• Home
  • News
  • વલસાડ બેઠક કોંગ્રેસને અપાવશે સંજીવની!, અનંત પટેલ ભાજપ પાસેથી આંચકી શકે છે દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠક
post

ગુજરાતની એ બેઠક જ્યાં જે પાર્ટીનો ઉમેદવાર જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે તેવો ઈતિહાસ રહ્યો છેે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-19 18:06:04

વલસાડ: લોકસભા-2024ની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની વલસાડ (ST) બેઠક પર ભાજપ-કોંગ્રેસે તેમના મુરતિયા જાહેર કરી દેતાં ચૂંટણીજંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં રોચક ઈતિહાસ ધરાવતી આ બેઠક પર જે પાર્ટીનો ઉમેદવાર જીતે એ પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર બનતી રહી છે. અહીં ભાજપે સિટિંગ MP ડો. કે.સી.પટેલની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે વાંસદા બેઠકના ચાલુ ધારાસભ્યને 2024ની દિલ્હી દોડમાં ઉતારી દીધા છે.

ધવલ પટેલ V/S અનંત પટેલની સીધી ટક્કર
લોકસભા 2024ના ચૂંટણીજંગમાં વલસાડ બેઠક પર ભાજપ-કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે સિટિંગ MP ડો. કે.સી. પટેલની ટિકિટ કાપી તેમની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસ નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે.


કોણ છે ધવલ પટેલ?
ભાજપે આ બેઠક પર મૂળ વાંસદાના ઝરી ગામના ભાજપ નેશનલ ટ્રાઇબલ સોશિયલ મીડિયા સેલના હેડ તરીકે કાર્યભાર સંભાળતા ધવલ પટેલને ટિકિટ આપી છે. ધવલ પટેલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગીમાં બીટેક અને એમબીએ કરેલું છે.

કોણ છે અનંત પટેલ?
અનંત પટેલ નવસારીની વાંસદા બે બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2004માં અનંત પટેલ કોંગ્રેસમાં જનમિત્ર તરીકે જોડાયા હતા. 2007થી 2012 દરમિયાન ઉનાઈ ગ્રામપંચાયતના સરપંચપદે રહ્યા અને સાથે સરપંચ એસોસિયેશનના મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. 2009માં વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં યૂથ કોંગ્રેસના પ્રમુખ બન્યા, 2012માં વલસાડ લોકસભા યૂથ કોંગ્રેસના મહામંત્રી અને 2013થી 2016 સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે કાર્યરત રહ્યા. 2016માં વાંસદા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રહ્યા. 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ટિકિટ આપતા વાંસદા બેઠક પરથી ધારાસભ્ય બન્યા, 2022માં વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ અહીં જીત મેળવવામાં સફળ રહ્યા હતા.

વલસાડ લોકસભા બેઠકનો ઈતિહાસ
વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ જિલ્લાની 5 વિધાનસભા, નવસારીની વાંસદા વિધાનસભા અને ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વલસાડ લોકસભા બેઠક પર 1957થી 2019 દરમિયાન 16 ચૂંટણી યોજાઈ છે, જેમાં 9 વાર કોંગ્રેસ, 5 વાર ભાજપ અને એક-એક વાર જનતાદળ અને જનતા પાર્ટીના ઉમેદવારનો અહીં વિજય થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post