• Home
  • News
  • દમણના વરકુંડમાં 100ની સ્પીડે ટર્ન ન કપાતાં 10 લાખની સ્પોર્ટ્સ બાઇક સ્લિપ થઈ જતાં વાપીના વેપારી પુત્રનું મોત
post

વાપીમાં મિત્રની સાથે બાઇક લેવા આવતાં બનેલી ઘટના, પાછળ બેસેલા મિત્રને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 10:24:09

દમણ - વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્ડલી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયત્રંણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી આનંદ નગર સ્થિત ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને માર્કેટમાં બટાકાનો હોલસેલ વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષીય પુત્ર જયદીપસિંગ પોતાની હાર્ડલી ડેવિડસન સ્પોટર્સ બાઇક નંબર જીજે 15 બીએમ 6001 લઇને રાત્રે દમણથી તેમના 30 વર્ષીય મિત્ર જિજ્ઞેશ મનસુખભાઇ રાજપૂત મૂળ રહે. ખારીવાડ- નાની દમણ અને હાલ મુંબઇ સાથે વાપી તરફ આવી રહ્યા હતા. 800 સીસીની સ્પોટર્સ બાઇક લઇને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે વાપી દમણ મુખ્ય માર્ગ ઉપર વરકુંડના સંત નિરંકારી હોલ નજીક વળાંકમાં ઓવર સ્પીડને લઇને ટર્નિંગમાં ચાલક નિયંત્રણ ન કરી શકતાં બાઇક રોડ ઉપર સ્લિપ થઇને ડિવાઇડરમાં અથડાઈ હતી.

બાઇક ચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં ભટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્ર જિજ્ઞેશ રાજપૂતને માથા તથા પેટના ભાગે ઇજા પહોંચતાં 108 દ્વારા દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.

સ્પીડ કંટ્રોલ ન થતાં ડિવાઈડરમાં અથડાઈ
અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલા મૃતકના મિત્ર જિગ્નેશ રાજપૂતે જણાવ્યું કે, શનિવારે મારી બાઇક લઇને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેમના ઘરે મુકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકળ્યા હતા. જોકે, બાઇકની વધારે સ્પીડ હોવાથી વળાંકમાં કંટ્રોલ રહ્યો ન હતો અને બાઇક સ્લીપ થઇને ડિવાઇડરમાં અથડાય હતી. હું અને મારો મિત્ર બંને અકસ્માત બાદ ત્યાં જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. હાલ હું મુંબઇ રહું છું જયા મૃતક સાથે મારો પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી. લોકડાઉન બાદ હું મુંબઇથી દમણ રહેવા માટે આવી ગયો છું.

800 CCની બાઇક ગણતરીના સેકન્ડમાં 100થી વધુ ગતિ પકડે, વાપીમાં બે બાઈક
હાર્ડલી ડેવિડસનની 800થી વધુ સીસીની આ બાઇકની કિંમત જ 10 લાખથી વધુ છે. આ સ્પોટર્સ બાઇકની સૌથી વિશેષતા એ છેકે, એક કાર જેટલી એન્જિનની ક્ષમતા હોવાથી ગણતરીના સેકન્ડમાં જ 100થી વધુની સ્પીડ પકડી લે છે. જોકે, આજની યુવા પેઢી સ્પીડની રોમાંચમાં વધારે સીસીની બાઇક ખરીદતા હોય છે. જોકે, રોડ અને એવું ઈનફ્રાસ્ટકચર ન હોવાથી ગતિની મજામાં ક્યારેક જીવ ગુમાવી બેસતા હોય છે. વાપીમાં આવી સ્પોટર્સ બાઈક માજી કાઉન્સિલર અને વેપારી પુત્ર પાસે જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post