• Home
  • News
  • વેંકૈયા નાયડુએ વિપક્ષના 8 સાંસદને સત્રમાંથી એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા, ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે નહિ
post

કિસાન બિલના વિરોધમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં રૂલબુક ફાડી નાખી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-21 12:22:29

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સોમવારે વિપક્ષી 8 સાંસદને એક સપ્તાહ માટે સદનની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રવિવારે કૃષિ સાથે જોડાયેલાં બે બિલ સદનમાં પાસ થયાં હતાં. ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને નારેબાજી કરી હતી, ઉપસભાપતિ હરિવંશનું માઈક કાઢવાની કોશિશ કરાઈ હતી.

જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના રાજીવ સાતવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કે કે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસૈન અને ઈલામારન કરીમ છે. આ તમામ પર સંસદમાં અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ છે.

અપડેટ્સ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ અને બીજા મુદ્દાને લઈને ભાજપ સાંસદ રૂપા ગાંગુલી સંસદમાં ઘારણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી લોકોના જીવ લે છે, તેમને ડ્રગ્સ એડિક્ટ બનાવે છે. છતાં પણ મુંબઈ પોલીસ ચુપ બેસે છે.

લોકસભામાં રેકોર્ડ બન્યો
લોકસભામાં જનહિત સાથે જોડાયેલા જરૂરી મામલાઓ પર ચર્ચા કે ઝીરો અવર પહેલી વખત અડધી રાત સુધી ચાલ્યો. ઘણા સાંસદો અને લોકસભા સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 એપ્રિલ 1952માં લોકસભાની રચના પછી પ્રથમ વખત આવું બન્યું છે. લોકસભાની કાર્યવાહી રવિવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ હતી. પ્રશ્નકાળ પછી રાતે 10.30 વાગ્યે ઝીરો અવર શરૂ થયો, જે રાતે 12.34 કલાક સુધી ચાલ્યો. ઝીરો અવરમાં ચર્ચા માટે સાંસદોએ પહેલેથી પ્રશ્નો કહેવાની જરૂર હોતી નથી.

બિલ પાસ... પરંતુ સંસદ ફેલ
કિસાન બિલોના વિરોધમાં રવિવારે રાજ્યસભામાં વિપક્ષે તમામ હદોને વટાવી દીધી હતી. પહેલા સભાપતિએ સદનનો સમય વધારત હંગામો શરૂ કર્યો. વિપક્ષી સભ્યો વેલમાં હંગામો કરવા લાગ્યા. પછીથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો જવાબ પુરો થયા પછી જ્યારે બિલ પાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ તો વિપક્ષ વોટિંગની માગ કરવા લાગ્યો.

હંગામાના કારણે માર્શલ બોલાવવા પડ્યા
ઉપસભાપતિ હરિવંશ વોટિંગ માટે તૈયાર થયા ન હતા પરંતુ તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને સદનની રૂલબુક ફાડી નાંખી અને ઉપસભાપતિનું માઈક તોડવાની કોશિશ કરી. કોંગ્રેસ સાંસદ રિપુન બોરા, આપ સાંસદ સંજય સિંહ અને ડીએમકે સાંસદ તિરુચિ શિવા પણ માઈક તોડવાની કોશિશ કરતા જોવા મળ્યા હતા. આ કારણે માર્શલ બોલાવવાની ફરજ પડી અને સદનની કાર્યવાહી 15 મિનિટ સુધી બંધ રહી.

બીજી કાર્યવાહી શરૂ થવા પર હંગામો થયો તો સ્પીકરે ધ્વનિમતથી બિલ પાસ કર્યું. રાજ્યસભામાં હંગામાને લઈને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના નિવાસ સ્થાન પર બેઠક થઈ હતી. રવિવારે સાંજે રક્ષા મંત્રી રાજનાથ સહિત છ મોટા મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રાજ્યસભામાં જે થયું તે શરમજનક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post