• Home
  • News
  • વિરાટ કોહલીએ માત્ર 83 મેચ રમી સૌરવ ગાંગુલીનો 142 મેચમાં બનાવેલો રેકોર્ડ તોડ્યો
post

વન-ડેમાં સુકાની તરીકે સૌથી વધારે રન નોંધાવનાર ઓવરઓલ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ સૌથી આગળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 11:12:13

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતીય સુકાની વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તેણે સુકાની તરીકે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવનાર ભારતીય સુકાનીઓની યાદીમાં સૌરવ ગાંગુલીને હવે પાછળ રાખી દીધો છે.

ગાંગુલીએ પ્રથમ મેચમાં 51 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય સુકાનીઓમાં હવે મોહમ્મદ અઝહરુદ્દીન તથા મહેન્દ્રસિંહ ધોની કોહલીની આગળ છે. કોહલીના નામે હવે સુકાની તરીકે 83 વન-ડેમાં 5,123 રન છે. ગાંગુલીએ 142 ઇનિંગ્સમાં 5,082 રન બનાવ્યા હતા. ધોની સાથે આગળ છે જેણે 172 વન-ડે ઇનિંગ્સમાં 6,641 રન બનાવ્યા હતા.

પોન્ટિંગ સૌથી આગળ :

વન-ડેમાં સુકાની તરીકે સૌથી વધારે રન નોંધાવનાર ઓવરઓલ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ સૌથી આગળ છે.પોન્ટિંગે 8,497 રન બનાવ્યા છે અને બીજા ક્રમે ન્યૂઝીલેન્ડના સ્ટિફન ફ્લેમિંગ છે જેણે સુકાની તરીકે 6,295 રન બનાવ્યા હતા અને ધોની યાદીમાં ત્રીજા ક્રમે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post