• Home
  • News
  • નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે?, મુમતાઝ પટેલની ચૂંટણી લડવાની ઈચ્છા થઈ શકે છે પૂરી
post

લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવવા માગતાં મુમતાઝ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-19 18:23:26

નવસારી:  લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનાં નામો જાહેર કરવાનાં બાકી છે. બાકી રહેલાં નામોમાં ઘણીબધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ સી.આર. પાટીલને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલુ છે. એવામાં કોંગ્રેસ અગ્રણી સ્વ. અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. સ્કાય લેબ (આયાતી ઉમેદવાર)નું નામ આવતાં કાર્યકરોમાં નિરાશા સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ, આજ સાંજ સુધી કોંગ્રેસ પોતાના બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

પાર્ટી મુમતાઝ પટેલને ટિકિટ આપી શકે છે
સ્વ. અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પરથી ટિકિટની માગણી કરી હતી, પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયા મુજબ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવી પડી હતી. જેથી લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવવા માગતાં મુમતાઝ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

 

એકાએક મુમતાઝ પટેલનું નામ આવ્યું...
ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર નવસારી સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે, કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે, સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખથી વધુ લીડ મેળવી હતી. પાટીલ આ સીટ પર છેલ્લી ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે. તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે એ માટે અત્યારસુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતાં કોંગ્રેસી કાર્યકરો ચોંકવા સાથે નિરાશ થયા હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post