• Home
  • News
  • યુપી ચૂંટણીનું ઓપનિંગ ભાજપ માટે મોટો પડકાર કેમ, જાણો પ્રથમ તબક્કાની 58માંથી 24 સીટો પર જાટ સમીકરણ
post

પશ્ચિમ યુપીમાં જાટ 12થી 15% જેટલા છે તો મુસ્લિમ 24થી 29% વચ્ચે છે. એવામાં આ બંને સમુદાયોના એક સાથે આવવાથી સપા અને રાલોદ ગઠંધનને ફાયદો થવાની આશા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-10 11:55:24

યુપી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ પશ્ચિમ યુપીની 58 સીટો પર મતદાન થયું. આ 58 સીટોમાંથી ઓછામાં ઓછી 24 સીટ પર જાટ વોટર્સ નિર્ણાયક ભૂમિકામાં છે. ભાજપાને 2017ની વિધાનસભા ચૂંટણી જીતાડવામાં પશ્ચિમી યુપી ખાસ કરીને ત્યાંના જાટ સમુદાયનું મોટું યોગદાન હતું.

પરંતુ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધથી ઉપજેલા આક્રોશથી જાટલેન્ડમાં ભાજપના ચૂંટણીલક્ષી સમીકરણને મોટો પડકાર મળી રહ્યો છે. જ્યારે સપા રાલોદની સાથે આવવાથી ત્યાં ફરી એકવાર જાટ-મુસ્લિમ સમીકરણની ચર્ચા છે.

એવામાં આવો જાણીએ કે પશ્ચિમી યુપીમાં જાટ કેમ મહત્વપૂર્ણ છે? ભાજપા માટે પશ્ચિમી યુપીમાં જાટ વોટ કેમ જરૂરી છે? સપા અને રાલોદનું ગઠબંધન શું જાટ-મુસ્લિમોને એકસાથે લાવવામાં સફળ થઈ શકશે?

2014 પછીથી ભાજપનો ક્ષેત્રમાં દબદબો
2014
ની લોકસભા ચૂંટણી પછીથી પશ્ચિમી યુપીમાં ભાજપા મુખ્ય ચૂંટણીલક્ષી પાર્ટી બનીને ઉભરી આવી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ અહીં ક્લીન સ્વિપ કરીને જીત મેળવી હતી.
જો કે આ વખતે બે મુખ્ય ફેક્ટરોના કારણે ભાજપાને આ ક્ષેત્રમાં પોતાની જૂની સફળતા પુનઃપ્રાપ્ત કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેમાં પ્રથમ છે કૃષિ કાયદાને લઈને એક વર્ષ ચાલેલા આંદોલન દરમિયાન 700 ખેડતોના મોતથી લોકોમાં કેન્દ્ર સરકાર પ્રત્યે ગુસ્સો છે.
જ્યારે બીજું એ કે આ વખતની ચૂંટણીઓમાં મુસ્લિમ અને જાટ સમુદાય વચ્ચે વિભાજનની ખાઈ ઘણાખરા અંશે ઓછી થઈ ગઈ છે.

જ્યારે શેરડીના ખેડૂતોના બાકી નાણાં અને પાક માટે લઘુતમ ટેકાનો ભાવ એટલે કે MSP સાથે સંકળાયેલી માગણીઓનું સમાધાન નહીં થવાથી પણ ખેડૂતોમાં રોષ છે.

જાટ ખેતીની સાથે રાજકીય પાક ઉગાડવામાં પણ આગળ

·         જાટ સમુદાય મુખ્યત્વે ખેતી માટે ઓળખાય છે. પરંતુ જાટ રાજકીય ક્ષેત્રમાં પણ ખુદને મજબૂતીથી રાખવા માટે ઓળખાય છે.

·         પશ્ચિમી યુપીમાં વિધાનસભાની 76 વિધાનસભા સીટોમાં જાટ સમુદાયની વસતી લગભગ 12થી 15% વચ્ચે છે.

·         જ્યારે માત્ર બાગપત, મુઝફ્ફરનગર, શામલી, બિજનૌર, મેરઠ, અલીગઢ, મથુરા અને મુરાદાબાદ જિલ્લામાં ફેલાયેલી 24 સીટોની વાત કરીએ તો એ પ્રત્યેક વિધાનસભા સીટમાં જાટોની સંખ્યા 35% સુધી છે.

ચૌધરી ચરણસિંહ પછી મુસ્લિમ વોટો પર રાલોદની પકડ નબળી થતી ગઈ

પૂર્વ પીએમ અને યુપીના સીએમ રહી ચૂકેલા ચૌધરી ચરણસિંહને જાટ સમુદાયના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. 1969માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચરણસિંહની ભારતીય ક્રાંતિ દળ BKD402માંથી 98 સીટો જીતી હતી. આ દરમિયાન પાર્ટીનો વોટ શેર 21.29% હતો.

આ દરમિયાન તેમને પશ્ચિમી યુપીની જાટ, મુસ્લિમ સહિત તમામ જાતિઓનો ભરપૂર સાથ મળ્યો. આ એ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે 1987માં તેમના નિધન પછી સુધીની ચૂંટણીઓમાં તેમની પાર્ટીનો વોટ શેર 20% જેટલો રહ્યો હતો.

તેના પછી અજિત સિંહ પોતાના પિતા ચૌધરી ચરણસિંહના પરંપરાગત વોટ સંભાળી શક્યા નહીં અને તેઓ માત્ર જાટોના નેતા બનીને રહી ગયા. તેના પછી બાકી રહેલી કસર 2013ના મુઝફ્ફરનગરના રમખાણોએ પૂરી કરી દીધી. તેના કારણે અજિત સિંહની રાલોદને ઘણું નુકસાન થયું.

મુઝફ્ફરનગર રમખાણો રાલોદ માટે મોટો આંચકો સાબિત થયો

·         રાલોદ માટે 21013ના મુઝફ્ફરનગર રમખાણો મોટા આંચકા સમાન સાબિત થયા હતા. તેનાથી સામાજિક વિભાજન પેદા થયું અને રાલોદના પારંપરિક જાટ વોટ ભાજપમાં શિફ્ટ થઈ ગયા.

·         આના કારણે 2014ની લોકસભા ચૂંટણીમાં રાલોદના એ સમયે પ્રમુખ રહેલા અજિત સિંહ અને તેમના પુત્ર પોતાની સીટ પણ બચાવી શક્યા નહીં અને ચૂંટણી હારી ગયા.

·         જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાલોદને માત્ર એક સીટથી જ સંતોષ માનવો પડ્યો હતો.

ભાજપાનો સાથ મળવા પર જ રાલોદે જીતી હતી સૌથી વધુ સીટો

·         પશ્ચિમ યુપી ફરી એકવાર જાટ અને મુસ્લિમ સમીકરણ બનવાથી ભલે સપા અને રાલોદનો ફાયદો થવાની વાત કહેવામાં આવી રહી છે.

·         પરંતુ રાલોદે અત્યાર સુધી સૌથી વધુ 14 સીટો 2002માં જીતી હતી અને આ દરમિયાન તે ભાજપાની સહયોગી રહેતી હતી. રાલોદે ત્યારે 38 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી હતી.

·         જ્યારે 2007માં રાલોદે એકલા હાથે ચૂંટણી લડી હતી અને માત્ર 10 સીટો જ જીતી શકી હતી. તેના પછી રાલોદનો ગ્રાફ સતત ઉતરતો જ રહ્યો છે.

·         2012માં રાલોદે માત્ર 9 સીટો અને 2017માં વિધાનસભા ચૂંટણીમાં માત્ર 1 સીટ પર જ જીત નોંધાવી હતી. તેના એક માત્ર ધારાસભ્ય પણ પછી ભાજપામાં સામેલ થઈ ગયા હતા.

·         2019ની લોકસભા ચૂંટણીમાં રાલોદ નેતા અજિત સિંહ અને તેના પુત્ર જયંત ચૌધરી ખુદ પોતાની સીટ બચાવી શક્યા નહોતા.

જાટ અને મુસ્લિમોની સાથે આવવાની કેટલી સંભાવના

·         ખેડૂત આંદોલન પછીથી એવું લાગી રહ્યું છે કે રાલોદે ક્ષેત્રમાં પોતાનું સ્થાન ફરી મેળવી લીધું છે અને જાટો અને મુસ્લિમોને એક સાથે આવવાનું ગ્રાઉન્ડ તૈયાર કર્યુ છે.

·         જાટ અને મુસ્લિમને ચૌધરી ચરણસિંહ અને રાલોદની પરંપરાગત વોટ બેંક માનવામાં આવે છે. જો એ સંપૂર્ણપણે કામ કરે છે તો અનેક વિધાનસભા સીટો પર પ્રથમ ચરણમાં એ નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ શકે છે.

·         પશ્ચિમ યુપીમાં જાટ 12થી 15% જેટલા છે તો મુસ્લિમ 24થી 29% વચ્ચે છે. એવામાં આ બંને સમુદાયોના એક સાથે આવવાથી સપા અને રાલોદ ગઠંધનને ફાયદો થવાની આશા છે.

·         જાટ અને મુસ્લિમ સમુદાયની સાથે આવવા પર શંકા પણ છે. 2013ના મુઝફ્ફરનગરના રમખાણોમાં જે વિભાજન થયું હતું તેની અસર કેટલી ઓછી થઈ છે એ પણ ખૂબ મહત્વ ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post