• Home
  • News
  • NGO દ્વારા કોરોના કાળમાં લોકોની મદદ, 80 કુટુંબીજનોને કરિયાણુ પહોચાડવામાં આવ્યું
post

કોરોના મહામારીમાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું ઉત્તમ કાર્ય કરું આર.આર.ચેરિટેબલ ટ્રસ્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-12 11:35:59

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના કાળમાં અનેક લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે અને અનેક લોકોએ ભૂખ્યા જ ઉંઘવુ પડી રહ્યુ છે. આ દરમિયાન R.R. ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

કોરોના કાળમાં લોકોની સેવા કરવાનો ભાવ:

રાજ્યમાં મોટાભાગના ઘરમાં કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ચૌહાણે તેમને કેમ આ સેવા કરવાની પ્રેરણા મળી તેની વાત કરતાં જણાવ્યું કે હું પોઝિટિવ છું જ અને એમાં વળી કોરોના પોઝિટિવ થયો. ૧૪ દિવસ બધાથી અલગ થઇ એક રૂમમાં વિતાવ્યા. આ દરમ્યાન સમાચાર જોતો રહ્યો. કામ ધંધા ન હોવાથી રોજ કમાતા રોજ ખાતા અને ઘર ચલાવતા મારા દેશબંધુઓને ખાવાના ફાંફા પડી રહ્યા છે તેવા ઘણા સમાચાર જોયા. કોવિડ ને માત કરી બે દિવસ પછી હું નીકળી પડ્યો ઘરવખરી અને ખાવાની વસ્તુ પહોંચાડવા. આર આર ચૌહાણ ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે ૮૦ કુટુંબીઓને ૧૦ કિલો ચોખા, ૧૦ કિલો લોટ, ૨ લીટર તેલ , ૨ કિલો તુવર દાળ , ૨ કિલો મગની દાળ , મરચું, હળદર, ધાણા જીરું,ગરમ મસાલા તથા ૧ કિલો ગોળ અને ખાંડનું વિતરણ કર્યુ.

adv

Related News

post
post
post
post
post
post
post