• Home
  • News
  • કોરોના ઇફેક્ટ / ફરી આબાદ થઇ રહ્યા છે ઉત્તરાખંડના 1700 ભૂતિયા ગામ
post

રોજગાર અને સંસાધનોની અછતથી ગામો ખાલી થઇ ગયા હતા, હવે લોકો અહીં રોકાવા તૈયાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:02:29

દહેરાદૂન: સમગ્ર દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. પણ ઉત્તરાખંડ માટે કોરોના એક સકારાત્મક ખબર લાવ્યો છે. જે લોકોએ રોજગાર માટે વર્ષો પહેલાં પોતાના પહાડી ગામ છોડી દીધા હતા. એ જ લોકો હવે પાછા ફરી રહ્યા છે. આ લોકોને છેલ્લા 10 વર્ષથી પરત લાવવાના સરકાર પ્રયાસો કરી રહી હતી. 10 વર્ષમાં અહીંથી 5 લાખથી વધુ લોકો પલાયન કરી ગયા હતા.


પરંતુ હવે ગ્રામ વિકાસ અને પલાયન પંચના રિપોર્ટ મુજબ 60 હજાર લોકો ઘેર પાછા આવી ગયા છે અને એક સપ્તાહમાં વધુ 1.50 લોકો પરત ફરી રહ્યા છે. આ લોકોને સાચવી રાખવા સરકારે પૂર્વ સીએસ ઇન્દુકુમાર પાંડેયના નેતૃત્વમાં હાઇપાવર કમિટી બનાવી છે. તેથી સંપૂર્ણપણે ભૂતિયા થઇ ગયેલા 1700 ગામ ફરી આબાદ થવાની અધિકારીઓને આશા છે.


2017
માં સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતના વડપણ હેઠળ પલાયન આયોગ બન્યું હતું. તેના ઉપાધ્યક્ષ ડૉ. એસએસ નેગીના નેતૃત્વમાં 7950 ગ્રામ પંચાયતોમાં પહોંચી રિપોર્ટ તૈયાર કરાયો હતો. 2011માં 1034 ગામ ખાલી થયા હતા. જેની સંખ્યા 2018 સુધી 1734 થઇ ગઇ હતી.
પલાયન પંચની આ ભલામણો રાજ્ય સરકારે સ્વીકારી છે

·         પુનર્વસન માટે વિશેષ આર્થિક પેકેજ. લોન અને સબસિડી સરળતાથી અપાય.

·         વિશેષ સેલની સ્થાપના. આજીવિકા, લોન, વેપારમાં મદદ માટે હેલ્પલાઇન નંબર.

·         જે લોકો હોમસ્ટે, હોટલ, ટૂરિઝ્મ, એડવેન્ચર ગેમ જેવા બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેમને ગામમાં જ આ ધંધા શરૂ કરાવવા.

·         પરત આવેલા દરેક સાથે વાત કરી તેના રસ અને અનુભવના હિસાબે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે. તે રીતે જ રોજગાર આપવામાં આવે. 

·         દરેક ગામમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post