• Home
  • News
  • અમદાવાદમાં કચરો ઉપાડવા પાછળ ખર્ચાય છે અધધધ... 315 કરોડ
post

શહેરના સાત ઝોનમાંથી વાર્ષિક સરેરાશ 89,707 મેટ્રીક ટન કચરો પેદા થઈ રહયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 18:32:56

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા વિસ્તાર ભળ્યા બાદ કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ વધીને રૂપિયા 315 કરોડ ઉપર પહોંચી ગયો છે.વર્ષ-2021માં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં બોપલ,ઘુમા, કઠવાડા ઉપરાંત નાના ચિલોડા સહિતના વિસ્તાર સમાવવામા આવ્યા છે.શહેરમાંથી કચરો ઉપાડવા વર્ષ-2023માં રૂપિયા 240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આ ખર્ચમાં રૂપિયા 75 કરોડનો વધારો થતા વર્ષ-2024માં કચરો ઉપાડવાનો ખર્ચ વધીને રૂપિયા 315 કરોડ થશે. દસ વર્ષ અગાઉ શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે મ્યુનિ.તંત્ર તરફથી રૂપિયા સો કરોડનો ખર્ચ કરવામાં આવતો હતો.

વર્ષ-2૦21માં મ્યુનિસિપલ હદમાં બોપલ, ઘુમા, કઠવાડા ઉપરાંત નાના ચિલોડા સહિતના વિસ્તાર સમાવાયા છે 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોર અને સ્પોટ ટુ ડમ્પ પ્રોજેકટ સહિત અન્ય પ્રોજેકટથી કચરાનો નિકાલ કરવામાં આવી રહયો છે.શહેરીજનોને ભીનો અને સૂકો કચરો અલગ તારવવાની સમજ આપવા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી ખાસ ઝૂંબેશ ચલાવવામા આવી રહી છે.મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વર્ષ-2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સમયમાં ડોર ટુ ડોર અંતર્ગત એકત્ર કરવામાં આવેલા કચરાની વિગત એકઠી કરવામા આવતા શહેરના સાત ઝોનમાંથી વાર્ષિક સરેરાશ 89,707 મેટ્રીક ટન કચરો પેદા થઈ રહયો છે. દૈનિક સરેરાશ 2998 મેટ્રીક ટન કચરો પેદા થઈ રહયો છે.

વર્ષ-2023 દરમિયાન ડોર ટુ ડોર અંતર્ગત શહેરમાંથી કચરો ઉપાડવા પાછળ રૂપિયા 240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ-2024માં આ ખર્ચમાં રૂપિયા 75 કરોડનો વધારો થતા કચરો ઉપાડવા માટે વર્ષ દરમિયાન કુલ રૂપિયા 315 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શહેરનો વિસ્તાર વધવાની સાથે શહેરમાં નવી સોસાયટીઓ અને બિલ્ડિંગ વધી રહયા છે. જેથી કચરો વધુ પેદા થઈ રહયો છે. ઉપરાંત શહેરીજનોની બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે ફુડ પેકેટ ખાવાની તથા ઓનલાઈન શોપિંગ કરવાની આદતથી પણ કચરાનું પ્રમાણ સતત વધી રહયું છે.

કચરાનું પ્રમાણ વધવાની સાથે ડોર ટુ ડોર પ્રોજેકટ અંતર્ગત કચરો ઉપાડવાના ખર્ચમાં પણ વધારો થઈ રહયો છે.

પૂર્વ અમદાવાદમાંથી દૈનિક સરેરાશ 1779 મેટ્રીકટન નીકળતો કચરો

અમદાવાદમાંથી ડોર ટુ ડોર પધ્ધતિથી એકત્ર કરવામાં આવતા કચરા અંગે વર્ષ-2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગત એકત્ર કરી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિશ્લેષણ કરવામાં આવતા પૂર્વ અમદાવાદના મધ્ય ઉપરાંત પૂર્વ,દક્ષિણ અને ઉત્તર ઝોનમાંથીદૈનિક સરેરાશ 1779 મેટ્રીકટન તથા પશ્ચિમ અમદાવાદના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી દૈનિક સરેરાશ 1219 મેટ્રીક ટન કચરો ઉપાડવામા આવી રહયો છે.

ઝોન વાઈસ માસિક ઉપાડવામાં આવતો સરેરાશ કચરો કયાં-કેટલો

ઝોનકચરો(મે.ટન)
દક્ષિણ470
ઉત્તર512
મધ્ય335
પૂર્વ462
ઉ.પ.380
દ.પ.293
પશ્ચિમ541
adv

Related News

post
post
post
post
post
post
post