• Home
  • News
  • UPSC મેઇન્સ આપનારા સ્પીપાના 131માંથી 41 ઉમેદવારો ક્વોલિફાય
post

મેઇન એક્ઝામ પાસ કરનારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરીમાં લેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 09:27:46

અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની આઈએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની 25થી વધુ સર્વિસ માટેની મેઇન્સ એક્ઝામિનેશન સ્પીપાના 41 ઉમેદવારોએ ક્લીયર કરી છે. ગત સપ્ટેમ્બરમાં લેવાયેલી મેઇન એક્ઝામિનેશન સ્પીપાના 131 ઉમેદવારોએ આપી હતી, જે પૈકી 41 ઉમેદવારોએ મેઈન્સ એક્ઝામ ક્લિયર કરી છે. મેઇન્સ ક્લિયર કરનારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરીથી લગભગ બે મહિના માટે યોજવામાં આવશે.


યુપીએસસીની આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિત 896 જગ્યાઓ માટેની પ્રીલિમનરી એક્ઝામિનેશન દેશભરમાંથી આશરે ત્રણ લાખ ઉમેદવારોએ આપી હતી, જેમાંથી યુપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષા માટે દેશ ભરમાંથી કુલ 11,845 ઉમેદવારો પસંદ થયા હતા, જે પૈકી અમદાવાદની સ્પીપાના ચાલુ બેચના અને જૂની બેચના મળીને કુલ 131 ઉમેદવારો મેઇન્સ એક્ઝામિનેશન એટલે કે મુખ્ય પરીક્ષા માટે પસંદગી પામ્યા છે.

વર્ષ પ્રમાણે ખાલી જગ્યા માટે ભરતી

વર્ષ

જગ્યા

2015-16

1129

2016-17

1079

2017-18

980

2018-19

780

2019-20

896

 

 છેલ્લાં 5 વર્ષમાં UPSCમાં પાસ થયેલા ઉમેદવારો

વર્ષ

પ્રીલિમ

પાસ

મેઇન

દેશના પાસ

સ્પીપાના પાસ

2015-16

366

15008

150

3031

50

2016-17

382

15445

144

2961

32

2017-18

421

13366

133

2568

43

2018-19

400

10468

132

1994

42

2019-20

429

11845

131

2304

41


મેઇન્સ ક્લિયર કરનારા ઉમેદવારોની સંખ્યા વધી
સ્પીપાના ડિરેક્ટર જનરલ કૌશિક ભીમજિયાણીએ જણાવ્યું હતું કે, કેટલાંક વર્ષો પહેલાં મેડિકલ,એન્જિનિયરિંગની પરીક્ષા ક્લિયર કરવા માટે ગુજરાતના યુવાનો રસ દાખવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના યુવાનોમાં યુપીએસસી આપવા બાબતે જાગૃત્તિ આવી છે. વળી સરકારે સ્થાપેલી સ્પીપા થકી સ્ટડી મટીરિયલ, ગ્રૂપ ડિસ્ક્શન, કોચિંગનું માર્ગદર્શન આપવામાં આવતા ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષાઓમાં જવલંત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. યુપીએસસી આપનારા-ક્લિયર કરનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post