• Home
  • News
  • IND-PAK મેચમાં 5,000 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે:અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલિટ્રરી ફોર્સ ગોઠવાશે, સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં
post

મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 19:01:08

અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને મળતી ધમકીભર્યા ઇ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. CMની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

પોલીસ કમિશનર મલિકે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

  • ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત બન્ને ટીમના રોકાણના સ્થળે, ટ્રાફિક બંદોબસ્ત અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત રખાયો છે.
  • સાથે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવનાર હોવાથી સ્ટેડિયમમાં ચેકિંગ/ફિસ્કિંગની અદ્યત્તન વ્યવસ્થા, મહિલા પ્રેક્ષકોના ફિસ્કીંગ માટે એક્લોઝર સહિતની અલાયદી મહિલા પોલીસની ટીમ
  • સ્ટેડિયમમાં મેટ સમયે આશરે 1 લાખથી વધુ પ્રેક્ષકો હોવાથી કોઈ પણ આકસ્મિક જરૂરિયાત ઉભી થયેથી આ પ્રેક્ષકોને સરળતાથી બહાર લાવવા માટે ઇવેક્યુવેશન પ્લાન પણ તૈયાર કરાયો છે.
  • સ્ટેડિયમ આવતા પ્રેક્ષકો માટે ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન મુજબ જરૂરી ડાયવર્ઝન આપી, જાહેરનામાં પ્રસિદ્ધ કરી સાથે 11 જેટલા પાર્કિંગ પ્લોટની પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે.
  • શહેરમાં સ્ટેડિયમ ઉપરાંત મહત્વના સ્થળો, વધુ ફૂટફોલ ધરાવતા રેલવે, એસટી બસ, મેટ્રો સ્ટેશન તથા એરપોર્ટ વિસ્તારમાં અત્યારથી જ એન્ટી સેબોર્ટેજ ચેકિંગ બીડીડીએસ ટીમ્સ તથા સ્થાનિક પોલીસ દ્વારા કરાવવામાં આવી રહેલ છે. શહેરના મહત્વના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ પર વ્યુહાત્મક રીતે રેન્ડમલી પથીક સોફ્ટવેરની મદદથી વાહન ચેકિંગ પણ કરાઇ રહ્યા છે.
  • સાથે હોટેલ્સ, ગેસ્ટહાઉસિસમાં કરાતા ચેકિંગ ઉપરાંત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃતિ સાથે જોડાયેલ વ્યક્તિઓ, ભાંગભોડિયા કૃત્યો સાથે સબંધ ધરાવતા શકમંદ ઇસમોની ગતિવિધીઓ પર પણ જરૂરી વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરાઇ રહી છે. સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ કોઈ પણ વાંધાજનક પ્રવૃત્તિ સંદર્ભે પૂરતી વોચ રખાઇ રહી છે.​​​​​​​
  • તકેદારીના ભાગરૂપે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ભૂતકાળના કોમ્યુનલ બનાવોને ધ્યાને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીએફ, આરએએફ અને હોમગાર્ડનો રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત રખાયો છે.​​​​​​​
  • શહેરના નાગરિકો સાથે દેશ-વિદેશથી આવતા ક્રિકેટ રસિકો નિશ્ચિતપણે ક્રિકેટનો આનંદ માણી શકે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ખેલદિલીપૂર્વક ભારત-પાકિસ્તાન દેશ વચ્ચેની અતિ રોમાંચક મેચનો અનુભવ લઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે.

આટલી ટીમ અમદાવાદમાં રાખશે બાજ નજર

  • 3 એનએસજી હીટ ટીમ
  • 5 ક્યુઆરટી ટીમ્સ
  • 2 ચેતક કમાન્ડો હીટ
  • 1 એન્ટી ડ્રોન ટીમ
  • 13 બીડીડીએસ ટીમ
  • માઉન્ટેડ પોલીસ
  • 10 સીસીટીવી સર્વેલન્સ ટાવર
  • પૂરતી સંખ્યામાં DFMD/HHMD/Baggage Scanner, MMCV સાથે 1000 જેટલા બોડી વોર્ન કેમેરા
  • શહેરના આશરે 2000 સીસીટીવી કેમેરા સર્વેલન્સ નેટવર્કનો પણ ઉપયોગ

મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા
સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્ત્વના ઈનપુટ મળ્યા છે. ઇનપુટ મળતાની સાથે જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે આખો પ્લાન રેડી કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે. આજે સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી જ સુરક્ષા રાખવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post