• Home
  • News
  • 2500 હેક્ટરમાં પથરાયેલા જંગલનું રક્ષણ કરતી દક્ષિણ ગુજરાતના માંડવી વન વિભાગની 7 શેરની
post

માનવભક્ષી દીપડાને રોષે ભરાયેલા લોકોના ટોળાથી આમણે જ કુનેહપૂર્વક બચાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 11:47:31

દેશમાં કેટલાક અંશે સામાજિક ક્રાંતિ આવી રહી છે. જેમાં ઉંબરો પૂજતી દીકરી અંબર આંબવા લાગી છે. હિંસક દીપડીને પાંજરે પુરવાનો હોય કે જનજાગૃતિ હોય કે પછી વિરપ્પનોની સામે આંખ લાલ કરવાની હોય પોતાની ફરજમાં સાત મહિલા કર્મચારીઓ સદાઅગ્રેસર રહી છે.

માંડવી વનવિભાગમાં ફરજ બાજવતાં મહિલા અધિકારી નેહાબહેન ઈન્દુભાઈ ચૌધરી (ફોરેસ્ટર ખોડંબા), નીલમબહેન એ. ચૌધરી (બીટગાર્ડ- કાલીબેલ), ઉષાબહેન એન. ચૌધરી (બીટગાર્ડ-પાતલ), પ્રીતિબહેન જે. ચૌધરી (બીટગાર્ડ-દાદાકૂઈ), કું. સિંહપૂજા રાજેન્દ્રસિંહ (બીટગાર્ડ- પરવટ), કુ. હિના બેનજી સાંબક (બીટગાર્ડ- લાડકૂવા), ભારતીબહેન એમ વસાવા (બીટગાર્ડ- ખોડંબા) દ્વારા માંડવીન વિસ્તારના 2500 હેક્ટર જમીનની સુરક્ષાની જવાબદારી છે. સાથે માંડવી ઉપરાંત આખા કારમેજ તાલુકાનો રેવન્યુ વિસ્તારની પણ જવાબદારી છે.

પરિવારની જવાબદારીઓ સાથે પણ સપ્તર્ષિ તારાઓની માફક સાતેય મહિલા વનવિસ્તારમાં ચમકી રહ્યા છે. સ્થાનિક વન સમિતી ઉપરાંત સ્થાનિક લોકો સાથે સંકલન સાધી વૃક્ષો સહિતની વન્ય સંપત્તિની સુરક્ષા માટે ખડેપગે રહે છે. જ્યારે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી હોય ત્યારે પાંજરા સાથે મોનીટરિંગ કેમેરા ગોઠવવામાં પણ પોતાનું કૌશલ્ય વિકસાવ્યું છે. દીપડાની મૂવમેન્ટ માટે સતત સજાગ બની રહે છે. તો વળી દીપડાની ઓળખ માટે ચિપ્સ લગાવવા ઉપરાંત દીપડાના ફૂટ પ્રિન્ટ (પગલાની છાપ લેવાની કામગીરી)માં પણ પારંગતતા કેળવી લીધી છે. જ્યારે કેટલીક મહિલા કર્મચારીઓ ઝેરી સાપો પકડવામાં પણ માહિર છે.

સાતેયની કામગીરી સરાહનીય: RFO
સાતેય મહિલા દીપડાને પકડવા ઉપરાંત લાકડાની તસ્કરીને ડામવા સતત ખડેપગે રહે છે. ઉપરાંત સ્થાનિક લોકો સાથે સતત સંપર્કમાં રહી જાગતિ ફેલાવે છે > ઉપેન્દ્રસિંહ રાઉલજી, રેંજ ફોરેસ્ટર ઓફિસર,માંડવી

મધરકૂઈમાં હિંસક દીપડાને પાંજરે પુરવામાં સફળ
મધરકૂઈ ગામે દીપડા દ્વારા માનવ હુમલા પછી હિંસક દીપડાને પાંજરે પુરવામાં પણ મહિલા ટીમ રાત દિવસ અભિયાનમાં જોડાઈ હતી, અને છ દિવસમાં દીપડાને પાંજરે પુરવા જાણે મજબૂર કર્યો હતો. ત્યારબાદ પાંજરે પુરાયેલા દીપડાને સળગાવી દેવાની ઉગ્ર માંગ સાથે વિફરેલા ટોળાના નાજુક સમયે પણ કૂનેહપૂર્વક દીપડાને ટોળાથી બચાવી લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post