• Home
  • News
  • જૂનાગઢમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:ડી. જી. વણઝારાએ કહ્યું- ગોધરાકાંડ બાદ મને ખોટી રીતે 9 વર્ષ જેલમાં ધકેલ્યો
post

પોલીસ તાલીમ સેન્ટર, અનેક સામાજીક સંસ્થાઓમાં ધ્વજ વંદન કરાયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:38:27

જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ તાલીમ સેન્ટરમાં તેમજ અનેક સામાજીક અને ધાર્મિક સંસ્થાઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાન ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે વિશેષ ઉપસ્થિત પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારાએ જણાવ્યું હતું કે, વર્ષ 2002 ગોધરાકાંડ બાદ હું એક, બે નહિ પૂરા 9 વર્ષ જેલમાં રહ્યો હતો. મને ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે જેલમાં પૂરવામાં આવ્યો હતો. સમુદ્ર મંથન બાદ ઝેર અને છેલ્લે અમૃત નિકળ્યું તેમ ગોધરાકાંડ બાદ ઝેર નિકળ્યું તે એકલા ડી.જી. વણઝારા પી ગયા. જ્યારે અમૃત આખા દેશમાં વહેંચાઇ ગયું જેનો આખા દેશને ફાયદો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજસત્તા ભારતને વિશ્વ મહાસત્તા બનાવશે જ્યારે સંતો મહંતો દેશને વિશ્વગુરૂ બનાવી શકશે. રાજસત્તા પર ધર્મસત્તાનો અંકુશ હંમેશા રહ્યો છે. તેમણે વર્તમાન સમયમાં રાજ અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યા, તેનું નિરાકરણ અને ભાવિ સંકેત વિશે રજૂઆત કરી હતી.

પીટીસી
જ્યારે પોલીસ ટ્રેનીંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, અેસપી રવિતેજા વાસમ શેટ્ટીની ઉપસ્થિતીમાં ધ્વજ વંદન કરાયું હતું તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા. મહાનગરપાલિકા: મનપા ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કમિશ્નર તુષાર સુમેરા, અન્ય અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.

કોંગ્રેસ
ગાંધીચોક સ્થિત કોંગ્રેસ ભવન ખાતે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, નટુભાઇ પોંકીયાની ઉપસ્થિતીમાં ધ્વજ વંદન કરાયું હતું.

સમર્પિત ગૃપ
સમર્પિત ગૃપ દ્વારા પરાગભાઇ કારીયા,ચેતનભાઇ રૂપારેલીયા અને આરટીઓ ઇન્સ્પેકટર એચ. વી. પંડીતની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ કરાયું હતું.

શ્યામ મહિલા મંડળ
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ક્ન્યા છાત્રાલય ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલની ઉપસ્થિતીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ
શહેરના સ્વામિ વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, આશિષ ઉપાધ્યાયની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ સાથે સૈનિકોનું સન્માન તેમજ 9 કલાકારો દ્વારા રાષ્ટ્રગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રસ્થાન ગૃપ
આનંદ ભટ્ટની ઉપસ્થિતીમાં છેલ્લા 9 વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજ વંદન કરાયું હતું. બાદમાં જૂનાગઢના ઉભરતા કલાકારો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત એડવેન્ચર એકેડેમી
ગિરનારના સૌથી મુશ્કેલ રૂટ પર શહીદોને શ્રદ્ધાંજલી સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ હતી. આ તકે દિપકભાઇ સોલંકી, કૃણાલ ચોવટીયા,દર્શન રાદડીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post