• Home
  • News
  • સુરતમાં ટોળાએ પથ્થરમારો કર્યો, પરપ્રાંતીયો પર ટિયરગેસના 75 શેલ છોડાયા
post

પોલીસ અને ટોળાં વચ્ચે ચાલેલી કલાકોની વાતચીત પણ સફળ રહી નહોતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 08:58:03

સુરત: કડોદરા નજીકના વરેલી ખાતે પરપ્રાંતીયો ઘરોમાંથી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. હજારોની સંખ્યામાં આ શ્રમિકો ભેગા થતાં પોલીસ કાફલો પણ પરિસ્થિતિને કાબૂ લેવા પહોચી ગયો હતો. લોકોને પોલીસે સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પોલીસ અને ટોળાં વચ્ચે ચાલેલી કલાકોની વાતચીત પણ સફળ રહી નહોતી. અંતે વિફરેલા પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેને કારણે પોલીસે પણ ભાગવું પડ્યું હતું. પોલીસના વાહનો પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. અંતે લોકો કાબૂમાં ન રહેતા પોલીસે છેવટે ટિયરગેસના 75 શેલ છોડ્યા હતા. પોલીસ જવાનોએ સંતાયેલા લોકોને ઘરોમાંથી બહાર કાઢી લાઠીચાર્જ કર્યો હતો. 


204
ની ધરપકડ
લોકોએ ટાયર પણ સળગાવ્યા હતા અને આજુબાજુ રહેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી.  મોડી સાંજે પોલીસે FIR દાખલ કરી 204 લોકોની આ અંગે ધરપકડ કરી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post