• Home
  • News
  • લૂંટના કોરોનાગ્રસ્ત આરોપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મી સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસ 132 થયા
post

વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 100થી વધુ કેસો નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 12:03:48

વડોદરા. ડભોઇમાં લૂંટના કોરોનાગ્રસ્ત આરોપી ઐયુબ તાઇના સંપર્કમાં આવેલા ડભોઇ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા સહિત વડોદરા શહેર-જિલ્લામાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 132 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા 8 કેસ પૈકી રેડ ઝોન નાગરવાડામાં 4, સલાડવાડામાં 1,  નવાપુરામાં 1, વાડીમાં 1 અને ડભોઇમાં પોઝિટિવ કેસ નોંધાયો છે. 

ડભોઇમાં લૂંટના આરોપીમાં સંપર્કમાં આવેલા 12 લોકોના સેમ્પલ લેવાયા

ડભોઇ પોલીસે લૂંટ કેસમાં આરોપી ઐયુબ તાઇની ધરપકડ કર્યાં બાદ તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોરોનાગ્રસ્ત આરોપીના સંપર્કમાં આવેલા 12 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ડભોઇ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. 

વડોદરામાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ 8 દર્દીઓના નામ
-
નફિસબાનુ નૂરખાન પઠાણ (ઉ.58), સૈયદપુરા નાગરવાડા
-
ભૂપેન્દ્ર પુનમભાઇ રાજપૂત (ઉ. 30), માળી મોહલ્લો, વાડી
-
નિલોફર યુસુફખાન પઠાણ (ઉ.45), મુસ્લિમ બોર્ડિગ પાછળ, નાગરવાડા
-
રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.35), ડભોઇ
-
હિતેશ બંસીલાલ પટણી (ઉ.52), આમલી ફળીયા, નાગરવાડા
-
સમાબેગમ ઇરફાનઅલી સૈયદ (ઉ.48), સૈયદપુરા, નાગરવાડા
-
સવેર્ણાબેન માર્વેકલ (ઉ.47), વાણિકલ પાયા, સલાટવાડા
-
હરીશભાઇ સદાશિવ જાધવ (ઉ.52), શિંદે ચાલ, કેવડાબાગ, નવાપુરા

વિવિધ વિસ્તારોમાં આજે માસ સેમ્પલિંગની કામગીરી હાથ ધરાઇ
વડોદરામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાગરવાડા સહિત મચ્છીપીઠ, કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ગાંધી નગરગૃહથી અમદાવાદી પોળથી ખત્રી પોળથી સયાજી હોસ્પિટલના રાઉન્ડ વિસ્તારમાં મોટી માત્રામાં લોકોના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. આજથી આ વિસ્તારોમાં માસ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.


સત્યમ એપાર્ટમેન્ટમાં કિલ્લેબંધીથી રહીશો અટવાયા
કારેલીબાગના આનંદનગરના સત્યમ એપાર્ટમેન્ટમાં 5 પોઝિટિવ કેસ આવ્યા બાદ ચારે તરફથી પતરા મારી દીધા છે. બીજી તરફ આ હાલતમાં શાકભાજીવાળાઓએ તો ચાર દિવસથી આ તરફથી મોં જ ફેરવી લીધુ છે અને દૂધના સાંસા પડી ગયા છે. સફાઇ કરવા કોઇ ફરકતુ નથી.


વધુ 12 વિસ્તારને ઓરેન્જ ઝોન જાહેર કરાયા

વડોદરા શહેરમાં કોરોનાના કહેરને નાથવા માટે હાથ ધરવામાં આવેલી ઝોનિંગ સ્ટ્રેટેજી મુજબ ઓરેન્જ ઝોનમાં વધુ 12 વિસ્તારની 12,170ની વસ્તીને આવરી લેવામાં આવી છે અને આ વિસ્તારમાં હવે એન્ટ્રી-એક્ઝિટ બંધ કરવામાં આવશે.


12 વિસ્તારો ઓરેન્જ ઝોનમાં સામેલ કરાયા
વિસ્તાર               જનસંખ્યા
-
બદરી મહોલ્લો       457
-
મોટી વ્હોરવાડ        2030
-
મેમણ કોલોની        860
-
ધનાની પાર્ક           722
-
પ્લેટેનિયમ સોસા    244
-
રિલીફ કોલોની       186
-
બાવમાનપુરા-1     1812
-
બાવમાનપુરા-2     2183
-
તાઇવાડ               1224
-
નવાપુરા              996
-
મહેંદીનગર           248
-
કોટિયાર્કનગર      1209
કુલ                     12170

 

adv

Related News

post
post
post
post
post
post
post