• Home
  • News
  • કોરોનાને કારણે 82% ભારતીયો આર્થિક મુશ્કેલીમાં ફસાયા; 70% કરતા વધારે લોકોએ કહ્યું કે મનોરંજન, મોંઘા ખર્ચને ટાળશે
post

આ સર્વેમાં 94% લોકોએ કહ્યું કે પૈસા ખર્ચવામાં સાવધાની રાખશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 11:09:53

નવી દિલ્હી: ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સના એક સર્વે અનુસાર કોવિડ-19 રોગચાળાએ પગારદાર અને વ્યાવસાયિક વ્યક્તિઓની આર્થિક સ્થિતિને ભારે અસર કરી છે. સર્વેમાં જવાબ દેનારા 82% લોકોએ જણાવ્યું કે, હાલમાં તેઓ આર્થિક સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. દેશભરમાં આશરે 5,000 જવાબો સાથે કરવામાં આવેલા એક સર્વેમાં 94% લોકોએ જણાવ્યું હતું કે તેઓએ આગામી કેટલાક મહિનામાં પૈસા કેવી રીતે ખર્ચવા તે અંગે વધારાની સાવચેતી રાખવી પડશે. 84% લોકોએ જણાવ્યું હતું કે તેઓ ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે. 90% લોકોએ તેમની બચત અને નાણાકીય ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે.

લોકો લોનનો વિકલ્પ પસંદ કરી શકે છે
સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે લોકો વર્તમાન કટોકટીનો સામનો કરવા માટે લોન લેવાથી પીછેહઠ કરશે નહીં. લગભગ 72% લોકોએ જણાવ્યું હતું કે તેઓ લોન ચુકવણી, તબીબી, શિક્ષણ ફી અને મકાનની સમારકામ અને નવીનીકરણ જેવા પ્રાથમિક ખર્ચ માટે પર્સનલ લોન લેવાનું પસંદ કરી શકે છે. ઇન્ડિયાલેન્ડ્સના ડેટા મુજબ, 71% ગ્રાહકો પાસે પહેલેથી જ લોન લીધેલી છે, જેમાંથી 45% લોકોએ લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોવાને કારણે મોરેટોરિયમ માટે અરજી કરી છે.

કોરોનાએ કામ કરવાની રીત બદલી નાખી
ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને CEO ગૌરવ ચોપડાએ જણાવ્યું હતું કે, આ રોગચાળાએ આપણી શારીરિક, માનસિક, ભાવનાત્મક અને નાણાકીય રીતે કામ કરવાની રીત બદલી નાખી છે. પગારદાર લોકોને નોકરીમાં નુકસાન અને પગાર કાપનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આવક અને બચતને અસર થઇ છે જેથી રિટેલ લોનની માંગમાં વધારો થયો છે. આર્થિક અનિશ્ચિતતા અને પર્સનલ ફાઇનાન્સની સ્થિતિએ પણ રોકાણને અસર કરી છે, 76% લોકોએ કહ્યું કે તેઓ આ સમયે નવા રોકાણ અંગે વિચારણા કરવાની સ્થિતિમાં નથી.

70% લોકોએ કહ્યું - વ્યર્થ ખર્ચ ટાળશે
સર્વેમાં 40% લોકોએ જણાવ્યું હતું કે, તેમનું ધ્યાન આવશ્યક ચીજવસ્તુઓના ખર્ચ પર રહેશે. જ્યારે 70%થી વધુ લોકોએ કહ્યું કે કોવિડ-19 રોગચાળાને લીધે તેઓ મનોરંજન, વૈભવી જીવન જેવી બિન-જરૂરી ચીજો પર ઓછો ખર્ચ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post