• Home
  • News
  • ઉમરપાડામાં 9, નવસારીમાં સવા પાંચ ઈંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં ઝાપટાં પડ્યાં
post

જૂનાગઢ જિલ્લામાં અનરાધાર 1 થી 4 ઇંચ વરસાદ, વડોદરામાં બે ઇંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 11:17:46

સુરત: સુરત શહેર અને જિલ્લામાં શુક્રવારે દિવસભર મેઘમહેર જોવા મળી હતી. મોડીરાતથી જ વરસાદી માહોલ જામી ગયો હતો. શુક્રવારે મોડીસાંજ સુધીમાં શહેરમાં મહત્તમ 3 ઇંચ અને ઉમરપાડામાં અધધ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. 10 કિ.મી ઝડપના સુસવાટાભર્યા પવન સાથે દિવસભર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મેઘરાજાની પુન: પધારમણીથી ખેડૂતપુત્રોમાં ખુશીની લાગણી છવાઇ છે.

નવસારીમાં સવા 5 ઈંચ અને જલાલપોરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો
ગુરુવારે રાત્રે 12 થી 2 વાગ્યાના 2 કલાકમાં જ નવસારીમાં સાડા ત્રણ ઇંચ અને જલાલપોર તાલુકામાં 3 ઈંચ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો. શુક્રવારે સાંજે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં સવા 5 ઈંચ અને જલાલપોરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.ગુરૂવારે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો હતો. રાત્રે 12 વાગ્યા બાદ તોફાની વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરમાં રાત્રે બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ રાત્રીનાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ થયો હતો. વિસાવદરમાં 4 ઇંચ અને કેશોદમાં વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાનાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો.

ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટાં પડ્યાં
અમરેલી જિલ્લાનાં વડીયામાં પોણા ત્રણ ઇંચ, બગસરામાં દોઢ ઇંચ, ખાંભામાં એક ઇંચ અને લીલીયામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદનાં પગલે નદીઓમાં પુર આવ્યાં હતાં. સોરઠનાં તમામ ડેમમાં પાણીની આવક થઇ હતી. 10 ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. દ્વારકા-ભાણવડમાં વધુ દોઢ ઇંચ, જયારે જામજોધપુર-કલ્યાણપુરમાં પોણો ઇંચ તેમજ અન્યત્ર અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો જ્યારે ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં. ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

જિલ્લો

વરસાદ

ઉમરપાડા

9

માગરોલ

5.5

નવસારી

5.2

જલાલપોર

5

વિસાવદર

4

બારડોલા

3.5

પલસાણા

3.5

માંડવી

3

કામરેજ

3

મહુવા

3

કેશોદ

3

ભેસાણા

3

વડિયા

2.7

ખેરગામ

2.5

જૂનાગઢ

2.5

વડોદરા

2

ઉમરગામ

1.7

વલસાડ

1.7

વાપી

1.7

માણાવદર

1.5

મેંદરડા

1.5

બગસરા

1.5

દ્વારકા

1.5

ભાણવડ

1.5

ગણદેવી

1.5

ચીખલી

1.5

પારડી

1

ધરમપુર

1

કપરાડા

1

12-13 ઓગસ્ટે થંડરસ્ટ્રોમની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 12-13 ઓગસ્ટના રોજ થંડરસ્ટ્રોમના પગલે ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે ફોરકાસ્ટ મુજબ શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 27 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે શનિવારે શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી સાથે પારો 30 ડિગ્રી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post