• Home
  • News
  • અમદાવાદની 7 વર્ષની બાળકીએ માતાના ફોનમાં પોર્ન સાઇટ જોવા માંડી, પોર્ન વીડિયો બતાવીને ચોંકાવનારો સવાલ પૂછતાં માતા પિતા ફફડી ઉઠ્યા
post

જો સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતા વાર નહિ લાગે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-01 11:45:18

સામાન્ય રીતે જે ઘરમાં નાના બાળકો હોય છે ત્યાં માં બાપ તેમને તમામ સવલતો આપવા માટે તૈયાર થઈ જાય છે.આ બધાની વચ્ચે હાલના વ્યસ્ત સમયમાં માં બાપ બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારીમાં છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.પરંતુ તેનું ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે તેવું મનાતું હતું પણ હવે એવું કંઈક બન્યું કે જે આવા માં બાપને જાગૃત થવું જરૂરી બન્યું છે.અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વીડિયો જોતી હતી. પણ આ વીડિયો પોર્ન સાઈટના હતા. એક દિવસ બાળકીએ માતાને પોર્ન સાઈટનો વીડિયો બતાવીને ચોંકાવનારો સવાલ કરતાં જ માં અને બાપ બંને ગભરાઈ ગયાં હતાં. આ પરિવારે સાયબર એક્સપર્ટની મદદ લીધી અને હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.

બાળકી અભ્યાસ બાદ માતાનો ફોન લઈને યુ ટ્યુબમાં વીડિયો જોતી હતી
લોકડાઉન બાદ અનલોક શરૂ થયું ત્યારે બાળકોને મોબાઈલમાં અભ્યાસ શરૂ થયો હતો. શહેરના અપર મિડલ ક્લાસમાં 7 વર્ષની બાળકી પણ ઓન લાઇન અભ્યાસ કરતી હતી. અભ્યાસ બાદ માતાનો ફોન લઈને તે યુ ટ્યુબ વીડિયો જોતી હતી.પણ તેમાંથી કોઈ લિંક પર તેને ક્લિક કરી અને પોર્ન વીડિયો શરૂ થઇ ગયા પણ આ સમયે માતા પણ અન્ય કોઈ જગ્યાએ વ્યસ્ત હતી એટલે બાળકી મોબાઈલમાં શુ કરે છે તેનું ધ્યાન રહ્યું નહિ. રોજ રોજ બાળકી આ પ્રમાણે એ સાઇટ પર વીડિયો જોવા લાગી એક દિવસ બાળકીએ માતાને પોર્ન વીડિયો દેખાડીને ના પૂછવા જેવો ચોંકાવનારો સવાલ કર્યો અને માતા ચોકી ઉઠી તેણે તાત્કાલિક પતિને વાત કરી હતી. તેમને કેટલાક પરિચિત પાસે મદદ માંગી તો જાણવા મળ્યું કે આ બાળકી ઘણા સમયથી આ પ્રકારના વીડિયો જુએ છે.

જો સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતા વાર નહિ લાગે
લોક ડાઉનમાં પરિવારના દરેક લોકો સ્માર્ટફોન પર વધુ આધારિત બન્યા હતા. એમાં પણ જ્યારથી ઓન લાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારથી બાળકો સૌથી વધુ સમય મોબાઈલમાં આપવા લાગ્યા છે. પણ તેની સાથે માતા પિતા પોતાનું બાળક મોબાઈલમાં શુ કરે છે તે જોવાનું ભૂલી ગયા છે.શહેરના અપર મિડલ કલાસ પરિવારમાં બનેલી આ સત્ય ઘટના અનેક માતા પિતાને એલર્ટ કરે છે. જો સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતા વાર નહિ લાગે.

શુ કહે છે સાયબર એક્સપર્ટ
અમદાવાદના સાયબર એક્સપર્ટ કશ્યપ જોશી કહે છે કે હાલના સમયમાં બાળકોને મોબાઈલમાં વિડીયો જોવાની લત લાગી છે.પણ તેમના માટે બાળકો માટેના યુ ટુયબ ડાઉનલોડ કરી આપવું જોઈએ.અમારી પાસે બાળકો પોર્ન વીડિયો જોવા લાગ્યા હોવાની જાણ થયા ત્યારે ખબર પડે છે કે કનેક્ટ લીંકથી આ પ્રકારે બાળકો એડિકટ થઈ જાય છે.

શુ કહે છે આ પ્રકારના કેસની સારવાર કરતા ડોકટર
અમદાવાદના ડો.નિરવ ભટ્ટ કહે છે કે માતા પિતા પોતાના બાળકોને મોબાઈલ અપીને છટકી ન જવું જોઈએ જેથી બાળકોને ખરાબ આદત થઈ જાય છે.હાલના સમયમાં બાળકોને માતા પિતા સમય આપે તો જ બાળકોને આવી વસ્તુથી દૂર રાખી શકાય છે.બાળકોનું ગ્રાસ્પિગ ખૂબ સારું હોય છે પણ તેને યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ.અમારી પાસે હાલ બાળકોને લગતી અનેક સમસ્યાઓ આવે છે જેને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને હોમીઓપેથી દવા ખૂબ ફાયદા કારક નીવડી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post