• Home
  • News
  • સુરેન્દ્રનગરના 79 વર્ષના વૃદ્ધને માથાનું અલ્સર મગજ સુધી ફેલાયું, અમદાવાદમાં તબીબોની ટીમે ખોપરીનું સડેલું હાડકું કાઢી માથાની નવી ચામડી બનાવી
post

અલ્સર વધતાં ખોપરીના હાડકામાં સડો ફેલાતા મગજમાં અસહ્ય દુખાવો થતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 10:18:58

જીસીએસ હોસ્પિટલના ન્યુરોસર્જરી અને પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ અને રિકન્સ્ટ્રટિવ સર્જરી વિભાગના તબીબોની ટીમે રેરેસ્ટ ઓફ ધ રેર ગણાતી દર્દીના માથાની ચામડીની ગાંઠની સર્જરી કરીને દર્દમુક્ત કર્યાં છે. તબીબી ભાષામાં બેસલ સેલ કાર્સિનોમાના નામે ઓળખાતી આ ગાંઠ મગજની નજીક હોવાથી મગજને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવી જરૂરી હતી.

ચામુંડા ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. કુશાલ શાહ અને પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ અને રિકન્સ્ટ્રટિવ સર્જન ડો.પ્રમોદ મેનન જણાવે છે કે, સુરેન્દ્રનગરના 79 વર્ષીય નવિનચંદ્ર દવેને માથાની ચામડીમાં અલ્સર થવાથી છેલ્લાં 6 માસથી દુખાવાથી હેરાન હતા. દર્દીના ઘાની બાયોપ્સી અને બીજી તપાસ કરતાં દર્દીને બેસલ સેલ કાર્સિનોમાતરીકે ઓળખાતી બીમારી જણાઇ હતી. મગજ સુધી ફેલાયોલી ચામડીની ગાંઠને કારણે માથાનો ભાગ કોતરાઇ ગયો હોવાથી તાત્કાલિક સર્જરી જરૂરી હતી. સર્જરીના 3 મહિના બાદ હવે તેઓ સ્વસ્થ છે. પ્લાસ્ટિક સર્જરીથી ચામડીને નવી બનાવાઈ હતી.

ચામડીની ગાંઠ થતાં GCS હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાઈ
દર્દીને અલ્સર થયું ત્યારે આંગળીના ટેરવાં જેટલું હતું, જે છ માસમાં વધીને ખોપરીના હાડકાં સુધી પહોંચી ગયું હતું, અને ધીમે ધીમે ચેપ વધતાં માથાનો અડધાથી વધુ ભાગ ખરાબ થઇ ગયો હોવાથી મગજનો કેટલોક ભાગ પણ દેખાવા લાગ્યો હતો.

ડ્યુરલ કવરિંગને નુકસાન ન થાય તે રીતે ખોપરીનું હાડકું કાઢી સર્જરી
ન્યુરોસર્જન દ્વારા માથાની ચામડીની ગાંઠની બાયોપ્સી અને અન્ય રિપોર્ટ કરીને ચેપગ્રસ્ત અને ખરાબ થયેલી ચામડી કાઢવામાં આવી, ત્યારબાદ મગજને આવરી લેતા ડ્યુરલ કવરિંગને નુકસાન ન થાય તે રીતે ખોપરીનું સડેલું હાડકું કાઢી પ્લાસ્ટિક સર્જરીથી માથાની ચામડીને નવી બનાવાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post