• Home
  • News
  • અમરોલી-સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઈલના કારખાનામાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
post

આગના પગલે કારીગરોમાં ભાગદોડ મચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 10:42:40

સુરત: અમરોલી-સાયણ રોડ પર આવેલી અજની ઇન્ડસ્ટ્રીના એક ટેક્સટાઈલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી છે. કારખાનાની બિલ્ડીંગનો આખો ત્રીજા માળ આગની લપેટમાં આવી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ છે. ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોસાડ અને કતારગામની ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે હજુ સુધી જાનહાનિના અહેવાલ ન હોવાથી રાહત છે.

આગ લાગવાનું કારણ અકબંધ
ટેક્સ્ટાઇલ કારખાનાના ત્રીજા માળે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા છવાયાં હતાં. આગનું કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અત્યારે આગળ ઓલવવાનું કામ કરી રહી છે. કારીગર વર્ગ મોટી સંખ્યામાં વતન હોવાથી ઔદ્યોગિક વસાહતોમાં ચહલપહલ અત્યારે ખૂબ જ ઓછી છે. આગ લાગ્યાની જાણ થતાં કારખાનેદારો પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post