• Home
  • News
  • પૂરપાટ સ્પીડે આવી રહેલી કારે રોડ પર ઊભેલા રાહદારીને ફૂટબોલની જેમ ઉછાળ્યો, દૂર સુધી ફેંકાયો
post

આ અકસ્માત સર્જી કારચાલક કારને ગતિભેર ભગાવી ફરાર થઇ ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:32:54

કચ્છ: કચ્છમાં બેફામ દોડતાં વાહનોને કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ટ્રાફિકના નિયમોને અવગણીને વાહનો ચલાવતા ચાલકો પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આ જ પ્રકારની બેદરકારીપૂર્વક વાહન ચલાવતા હોવાની ઘટના ભુજના ભારાપર ગામે બની હતી. ત્યા રસ્તા પાસે ઊભેલી એક વ્યક્તિને પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી, જેથી તે વ્યક્તિ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ હતી.

સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ
આ અકસ્માત સર્જી કારચાલક કારને ગતિભેર ભગાવી ફરાર થઇ ગયો હતો. બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષીય અલાઉદ્દીન ભઠ્ઠી નામની વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. માનકૂવા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો
ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ભારાપર ગામે ગત તા. 8ની સાંજે પેટ્રોલ પંપ સામેના ત્રણ રસ્તા નજીક માર્ગની બાજુમાં ઊભેલા અલાઉદ્દીન સુલેમાન ભટ્ટી નામની વ્યક્તિને જમણી તરફથી આવતી વેગન-આર કારે પૂર ગતિએ આવી હડફેટે લીધા હતા. કારચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. કારની ટક્કરે રાહદારી રસ્તા પર દૂર સુધી ફેંકાઈ ગયો હતો. એને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ આ વ્યક્તિને દોડી આવેલા આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદ વડે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે માનકૂવા પોલીસે પ્રાથમિક નોંધ બાદ કેરા આઉટ પોસ્ટને તપાસ સોંપી કારચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે CCTVના આધારે ફરાર કારચાલકની શોધ શરૂ કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post