• Home
  • News
  • કોરોનાને ભગાવવા રોજ તાપીમાં 500 કિલો બરફ ફેંકાય છે, અત્યાર સુધી 3500 કિલો ફેંકાયો
post

કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 10:23:44

સુરત: કોરોનાથી આખી દુનિયા પરેશાન છે. સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.

આ મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે. બરફ નાંખતા આ શખસને પૂછતાં તેણે કહ્યું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.

adv

Related News

post
post
post
post
post
post
post