• Home
  • News
  • અમદાવાદના યુવકે બે-બે લગ્ન કર્યા, લાખોનું દેવું થઈ જતાં બીજી પત્નીને કહી દીધું, જે પૈસા આપશે તેની સાથે રહીશ
post

યુવકે પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ યુવતી સાથે લગ્ન કરી લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-02 15:55:07

અમદાવાદમાં પરિણીત પુરુષ સાથે પ્રેમ લગ્ન કરીને એક યુવતીને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. યુવતીની ફરિયાદ છે કે તેની સાથે લગ્ન બાદ પણ પતિ પહેલી પત્ની સાથે હરતો-ફરતો હતો, જ્યારે તેણે આ બાબતે વાંધો ઉઠાવ્યો તો પતિએ પોતાના પર 5 લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવી દહેજની માગણી કરી હતી. પૈસા ન મળતાં તેણે કહી દીધું કે જો પહેલી પત્ની પૈસા આપશે તો હું તેની જોડે રહીશ. આ બાદ પતિએ તરછોડી દેતાં હવે આ સમગ્ર મામલે યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ પરિણીત પુરુષ સાથે લગ્ન કર્યા
ઘટનાની વિગતો મુજબ, નવા નરોડામાં રહેતી પ્રીતિ (નામ બદલ્યું છે)ના તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ (નામ બદલ્યું છે) સાથે પરિચયમાં આવ્યા બાદ જુલાઈ 2021માં પ્રેમ લગ્ન થયા હતા. મિતેશના આ પહેલાં અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા, જેનાથી તેને બે સંતાન થયાં હતાં. પહેલી પત્ની તેને છોડીને જતી રહેતાં બંનેએ એકબીજાની મરજીથી લવ મેરેજ કર્યા હતા. આ બાદ તેઓ ભાડાના મકાનમાં અન્ય સ્થળે રહેવા જતાં રહ્યાં હતાં. 11 નવેમ્બર 2021ના રોજ મિતેશની પહેલી પત્નીએ પાછાં આવીને તેમના જૂના મકાનની ચાવી માગી હતી. જે લઈને તે પોતાનાં સંતાનો સાથે ત્યાં રહેવા લાગી. ઘણીવાર મિતેશ તેની પહેલી પત્નીને મળવા માટે જતો હતો.

બીજા લગ્ન બાદ પણ પહેલી પત્ની સાથે ફરતો પતિ
7
મી ફેબ્રુઆરી 2022ના રોજ પ્રીતિને જાણવા મળ્યું કે તેનો પતિ પહેલી પત્નીને ફરવા માટે લઈ ગયો હતો, જેથી તેણે મિતેશને કહી દીધું કે જો તમારે મારી સાથે સંબંધ રાખવો હોય તો તેની સાથે સંબંધ તોડી નાખો.' એટલામાં મિતેશે કહ્યું કે મારી પર દેવું થઈ ગયું છે અને તારા પિતાએ તને દહેજમાં કંઈ આપ્યું નથી, તું તારા પિતાને ત્યાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવ, મારે દેવું ભરવું છે. પ્રીતિએ પૈસાની ના પાડતાં મિતેશે તેને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો અને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી. આટલું જ નહીં, તેણે એવું પણ કહ્યું હતું કે મારી પહેલી પત્ની પૈસા આપશે તો હું તેની સાથે રહીશ. આમ કહીને તે પહેલી પત્ની પાસે રહેવા જતો રહ્યો હતો.

દહેજ ન મળતાં બીજી પત્નીને તરછોડી દીધી
મિતેશે થોડા સમય બાદ ભાડાનું મકાન ખાલી કરી પ્રીતિનો સામાન અન્ય મકાનમાં મૂકી દીધો અને ચાવી પોતાની પાસે રાખી લીધી. જેથી રહેવાની કોઈ જગ્યા ન રહેતાં પ્રીતિએ મિતેશને ફોન કરીને ઘરની ચાવી માગતાં તેણે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. એ બાદ કંટાળીને પ્રીતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ દહેજની માગણી તથા ઘરેલુ હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post