• Home
  • News
  • ફેસબુક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આવીને પૈસા કમાવાની લાલચમાં ગાંધીનગરના યુવકે 50.68 લાખ ગુમાવ્યા
post

સે-26ના યુવકને 10 હજારનું મોન્ગોગો નટ્સનું પેકેટ 1.90 લાખમાં વેચ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 09:57:14

ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આ‌વીને પૈસા કમાવાની લાલચમાં સેક્ટર-26ના યુવાને 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ કેસમાં સેક્ટર-21 પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. 16 જાન્યુઆરીએ આ અંગે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સેક્ટર-26 સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ(42 વર્ષ)ને ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમીલી જોન્સનના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.

જે ફરિયાદીએ સ્વીકારતાં FB પર વાતચીત શરૂ થઈ હતી, જેમાં એમીલીએ તે યુકે ખાતે સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેઝ મેનેજર હોવાનું કહી ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવે ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાલચ આપી હતી. યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું.

જેની વાતોમાં આવીને યુવકે 400 ગ્રામના નટ્સના 35 પેકેટ 1.90ના ભાવે ખરીદ્યા હતા. વધુ પેકેટ ખરીદવા માટે દબાણ થતાં ફરિયાદીએ શંકાના આધારે તપાસ કરતાં પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે ફરિયાદ નોંધાતા સે-21 પીઆઈ એ. જે. ચૌહાણના માર્ગદર્શનમાં પોલીસની ટીમે વધુ એક આરોપી મનીષ પારસમલ જૈન(40 વર્ષ, રહે-701 હીતાવાલા સ્ટાર, ઉદેપુર)ને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં અગાઉ ઉદેપુર કાલકા ખાતે રહેતાં લોકેન્દ્રસિંહ ચંદનસિંહ સકતાવતને ઝડપી પાડ્યા હતો.

ફરિયાદીએ જાન્યુઆરીથી જુલાઈ સુધી અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. જેમાનું એક ખાતુ મનીષના નામે હતું. નોંધનીય વાત એ છે કે, ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમીલી જોન્સનના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. અને ત્યારબાદ યુવક તેની સાથે ફેસબુક પર વાતચીત શરૂ કરી હતી. અને ત્યારબાદ છેતરપિંડી કરી હતી. તેમજ યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post