• Home
  • News
  • ટીકા પછી હવે અસરગ્રસ્તો માટે ૨૦૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા, દરેક માટે ૧૦૦ એમ્બ્યુલન્સ
post

હોસ્પિટલો અને આઈસોલેશન સેંટર દરેક માટે ૧૦૦ એમ્બ્યુલન્સ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:27:11

મુંબઈ: કોરોનાગ્રસ્ત દર્દીઓ પર સારવાર કરવા માટે એમ્બ્યુલન્સની ભારે અછત છે, જે અંગે વારંવાર ટીકાઓ થયા પછી અને મુંબઈ કોરોનાના બોમ્બ પર મુકાયું છે ત્યારે પ્રશાસને હોસ્પિટલો અને આઈઝોલેશન સેંટરો દરેક માટે ૧૦૦ એમ કુલ ૨૦૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે.કોરોના પોઝિટિવ અને અતિજોખમી વ્યક્તિઓને હોસ્પિટલો તેમ જ આઈઝોલેશન સેંટરમાં મોકલવા માટે એમ્બ્યુલન્સ જરૂરી છે. તેમ જ કોરોનાગ્રસ્ત દર્દીનું ઘરે મૃત્યુ થાય તો એનો મૃતદેહ સ્મશાનભૂમિમાં લઈ જવા પણ જરૂર પડે છે. ગયા અઠવાડિયે ભાંડુપ અને દાદરમાં કોરોનાને લીધે બે જણના મૃત્યુ થયા હતા. તેમના પર અંતિમસંસ્કાર કરવા સ્મશાનભૂમિમાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સ તો ઉપલબ્ધ થઈ પણ એમાં પીપીઈ કીટ ન હોવાથી અડચણ નિર્માણ થઈ.

મુંબઈમાં ૨૦૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્દેશ
આથી એમ્બ્યુલન્સની અને પીપીઈ કીટવાળા કર્મચારીઓની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની ૧૦૮, મહાપાલિકા તેમ જ તમામ ખાનગી એમ્બ્યુલન્સ કોરોના સંબંધિત કામોમાં વ્યસ્ત હોવાથી કાંજુરમાર્ગમાં ટીબીના એક દર્દીને હોસ્પિટલમાં લઈ જવા પાંચ કલાક એમ્બ્યુલન્સ મળી નહોતી. તેથી એનું મૃત્યુ થયું હતું. આ પાર્શ્ભૂમિ પર મહાપાલિકા કમિશનર આઈ.એસ.ચહલ મુંબઈમાં ૨૦૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્દેશ મહાપાલિકા મુખ્યાલયમાં થયેલી અધિકારીઓની બેઠકમાં આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post