• Home
  • News
  • ગેસ ચેમ્બર તરીકે ઓળખાતા દિલ્હી કરતાં પણ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ચાર ગણું વધારે
post

દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે 60 હતો પણ અમદાવાદનો 249 નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 10:53:16

હવાના પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બર તરીકે ઓળખાતા દિલ્હીની સરખામણીએ શહેરનું હવાનું પ્રદૂષણ ચાર ગણું વધી ગયું છે. સફરએપ મુજબ રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 60 હતો. જ્યારે અમદાવાદનો આ ઈન્ડેક્સ લગભગ ચાર ગણો વધુ એટલે કે 249 હતો. વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ નવરંગપુરા સૌથી વધુ પ્રદૂષિત હતું.

પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ કહ્યું કે, શહેરમાં વાયુ પ્રદૂષણ વધવા પાછળના કારણોમાં પીરાણાના સળગતા ડુંગરમાંથી 24 કલાક નીકળતો ધુમાડો છે. આ ઉપરાંત લગભગ 12 વર્ષથી ચાલતા મેટ્રોના કામ અને સંખ્યાબંધ કન્સ્ટ્રક્શન સાઈટને લીધે સૂક્ષ્મ પાર્ટિકલ્સ વાતાવરણમાં ભળી ગયા છે. અન્ય પર્યાવરણ શાસ્ત્રીએ કહ્યું કે, વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ બે ડિગ્રી જેટલું વધી જાય છે.

અમદાવાદની આશરે 70 લાખ વસ્તી છે જેની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટની આશરે 1300 જેટલી બસો દોડે છે. એએમટીએસ અને બીઆરટીએસની બસોની ઓછી સંખ્યાના કારણે લોકોને પોતાના ખાનગી વાહનો વાપરવા પડે છે અને તે કારણે શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ ખુલે ત્યાં સુધી લોકો એક-દોઢ મિનિટ સુધી વ્હીકલ ચાલુ રાખતા હોવાથી પણ ફરક પડે છે.

નવરંગપુરાની હવા સૌથી વધુ પ્રદૂષિત

સ્થળ

પ્રદૂષણ

નવરંગપુરા

359

પીરાણા

300

રાયખડ

293

બોપલ

286

ચાંદખેડા

221.00

એરપોર્ટ

218

રખિયાલ

132.00

અમદાવાદ

249

 

adv

Related News

post
post
post
post
post
post
post