• Home
  • News
  • બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી, કેન્દ્રિય મંત્રીએ કહ્યું - દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે, વ્યક્તિદીઠ રૂ. 500નો ખર્ચ સરકાર ભોગવશે
post

ઘણી રાજ્ય સરકારો ફ્રી વેક્સિનની જાહેરાત કરી ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 12:04:03

ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ આની પર હોબાળો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રી વેક્સિનનો વાયદો બાકીનાં રાજ્યો સાથે ભેદભાવ કરે છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો કે દેશના તમામ લોકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.

જોકે સારંગીએ પણ આ દાવો એક ચૂંટણી મીટિંગ પછી જ કર્યો છે. ઓડિશાના બાલાસોરમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી છે. સારંગી રવિવારે આ જ સિલસિલામાં મીટિંગ કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ લોકોને વેક્સિન ફ્રી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. દરેક માણસના વેક્સિનેશન પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે.

ઓડિશાના મંત્રીએ કેન્દ્રીય મંત્રીઓ પાસે સ્પષ્ટતા માગી હતી
ઓડિશાના ફૂડ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુમર વેલફેર મંત્રી આરપી સ્વૈનના સવાલના જવાબમાં સારંગીએ દેશભરમાં ફ્રી વેક્સિનની વાત કહી હતી. સ્વૈને કેન્દ્રમાં ઓડિશાના બન્ને મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી પાસે એ વાત અંગે સ્પષ્ટતા માગી હતી કે બિહારમાં ફ્રી વેક્સિનના વાયદા પછી ઓડિશા અંગે ભાજપનું શું સ્ટેન્ડ છે?

ઘણી રાજ્ય સરકારો ફ્રી વેક્સિનની જાહેરાત કરી ચૂકી છે
તામિલનાડુ, મધ્યપ્રદેશ, આસામ અને પુડુચેરી પહેલાં જ કહી ચૂક્યાં છે કે તે પોતાના લોકોને વેક્સિન ફ્રીમાં આપશે. તો આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખા દેશ માટે ફ્રી વેક્સિનની માગ કરી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post