• Home
  • News
  • 61 હજાર કરોડને આંબશે અમૂલનું ટર્નઓવર:ભારતનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઊજવશે ગોલ્ડન જ્યુબિલિ, 10 વર્ષમાં વિશ્વનું 30 ટકાથી વધુ દૂધ ઉત્પાદિત કરવાનું લક્ષ્ય
post

ભારતના અને વિશ્વમાં સૌથી મોટા ગણાતા એવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલિની ગુરુવારના રોજ ઉજવણી થવા જઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:20:24

ભારતનું સૌથી મોટું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પોતાની ગોલ્ડન જ્યુબિલિની ઊજવણી કરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો દૂધ ઉત્પાદક અથવા પશુપાલન સાથે જોડાયેલા લોકો હાજર રહેશે અને આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ હાજર રહેવાના છે, જે માટે ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સવા લાખ પશુપાલકો અને પ્રતિનિધિઓ હાજર રહેશે
ભારતના અને વિશ્વમાં સૌથી મોટા ગણાતા એવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલિની ગુરુવારના રોજ ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં ગુજરાત સહિત દેશના અલગ-અલગ વિસ્તારમાંથી સવા લાખ પશુપાલન વ્યવસાય અને ક્ષેત્ર સાથે સંકળાયેલ પશુપાલકો અને પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા પણ હાજર રહેશે.

સાબર ડેરીમાં ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ
GCMFની સ્થાપનાના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જે સંદર્ભે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાત અને અન્ય રાજ્યમાં ફેડરેશન દ્વારા તૈયાર કરેલ પ્લાન્ટનું પણ PM મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. સાબર ડેરીમાં ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ ઉપરાંત સૌરાષ્ટ્રની ડેરીમાં પણ એક પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. GCMFમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાની કુલ 18 જેટલી ડેરીઓનો સમાવેશ થાય છે, જેનો એક સંઘ બનેલો છે. આ સંઘનું નેતૃત્વ અમૂલ કરે છે. આ સંઘનું વાર્ષિક ટર્નઓવર 80,000 કરોડ છે જ્યારે અમૂલનું ટર્નઓવર આ વર્ષે 61 હજાર કરોડે આંબી શકવાની અટકળો ચર્ચાઈ રહી છે.





adv

Related News

post
post
post
post
post
post
post