• Home
  • News
  • લંડનથી અમદાવાદ આવેલા વધુ 400 પેસેન્જરના RT-PCR ટેસ્ટ કરાયા, આઠ કોરોના પોઝિટિવ
post

યુકેથી આવેલા અને કોરોનાના નવા સ્વરૂપનો ચેપ ધરાવતા ચારેય દર્દીની તબિયત સ્થિર

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 10:43:39

અમદાવાદ શહેરમાં લંડનથી આવેલા વધુ 400 લોકોના મ્યુનિ.એ RT-PCR ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 8 લોકો પોઝિટિવ આવ્યા હતા. એ પૈકીના કેટલાક એસવીપીમાં દાખલ કરાયા છે જ્યારે અન્ય હોમ ક્વોરન્ટીનમાં છે. આ તમામ લોકોના બ્લડ સેમ્પલ પણ પૂણે વાયરોલોજી લેબમાં નવા સ્ટ્રેઈનની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ 22 ડિસેમ્બરે લંડનથી આવેલી છેલ્લી ફ્લાઈટમાં જે ચાર લોકો પોઝિટિવ આવ્યા હતા તેમની તબિયત સ્થિર હોવાનું એસવીપીના સૂત્રોએ કહ્યું છે. આ જ ફ્લાઈટમાં અન્ય જે લોકો નેગેટિવ આવ્યા હતા તેમના પણ ક્વોરન્ટીનના દિવસો સોમવારે પૂરા થશે.

કોરોનાનો નવો સ્ટ્રેઈન બ્રિટનમાં દેખાદેતા સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્રિટનથી ગાંધીનગર આવેલા 35 મુસાફરોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 20 અને જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 20 મુસાફરોને હોમ ક્વોરન્ટાઇ રાખીને ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવ્યા છે.

બ્રિટનથી 23, નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી અને 9 ડિસેમ્બર પછી આવેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રિટનના અલગ અલગ વિસ્તારમાં રહેતા જિલ્લાના 35 મુસાફરો આવ્યા છે. જેમાં મહાનગર પાલિકા વિસ્તારમાં સેક્ટર-1, 2, 30, 29 સહિતમાં કુલ 15 લોકો બે ભાગમાં આવ્યા છે. તેમાંથી પ્રથમ ભાગમાં આવેલા 8 લોકોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તેનો કોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થયો છે. બીજા તબક્કામાં આવેલા 7 દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં હજુ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રાખવા પડશે.

શહેરમાં કોરોનાના નવા 146 કેસ, બેનાં મોત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 146 કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ હોસ્પિટલમાં 145 દર્દીને રજા આપવામાં આવી હતી. સમગ્ર નવેમ્બર દરમિયાન શહેરમાં 6,984 કેસ નોંધાયા હતા અને 154 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડિસેમ્બરમાં 7,196 કેસ નોંધાયા હતા અને 189 દર્દીના મૃત્યુ થયા છે. શહેરમાં કોરોનાના કુલ કેસ 55 હજાર નજીક પહોંચી ગયા છે. જ્યારે મૃત્યુઆંક 2236એ પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લામાં માત્ર 5 નવા કેસ નોંધાયા હતા.અમદાવાદ મ્યુનિ.એ રવિવારે એકપણ વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં મૂક્યો ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post