• Home
  • News
  • સુરતમાં મહામારી વચ્ચે સગર્ભાઓને બાળકની ચિંતા સતાવી રહી છે
post

સગર્ભા બહાર નીકળવાનું ટાળી રહી છે, વોકિંગ, એક્સરસાઈઝ ઘરે રહીને કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:15:12

સુરત : કોરોનાને કારણે હાલ સગર્ભા બહેનો સહુથી વધુ ચિંતિત બની છે. પોતાને અને ગર્ભમાં રહેલા બાળકને ચેપ ન લાગે કે બીજી કોઈ બીમારીનો સામનો ન કરવો પડે તે માટે સગર્ભા બહેનો બહાર નીકળવાનું ટાળી રહી છે. એક્સરસાઈઝ, વોકિંગ વગેરે ઘરે રહીને જ કરી રહી છે. સગર્ભા બહેનોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે, કોરોનાને કારણે તેના બાળકના ડેવલપમેન્ટ પર અસર થશે? જે સંદર્ભે ગાયનેક ડોક્ટર અમી મહેતા જણાવે છે કે, કે જ્યાં સુધી ઘરના કોઈ સભ્ય કે માતાને ઇન્ફેક્શન ન લાગે ત્યાં સુધી બાળક નોર્મલ જ રહેશે અને તેના ડેવલપમેન્ટ પર કોઈ અસર થશે નહીં. હાલની સ્થિતિને જોતા સગર્ભાએ આ સંજોગોમાં ચિંતા ન કરવી જોઈએ. આ ચિંતાની અસર બાળક પર થાય. ડર રાખવાને બદલે કેર કરો અને પ્રસન્ન રહો.

મેટરનિટી હોમમાં પણ તકેદારી
મેટરનિટી હોમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે. તેમજ સગર્ભાની સાથે એક જ પરિવારજનને આવવાની પરમિશન આપવામાં આવે છે અને સગર્ભાની આજુબાજુમાં કોઈને નહીં રહેવા સૂચના આપી છે અને પ્રવેશ પહેલાં જ મહિલાઓને સેનિટાઈઝરથી હેન્ડ વોશ કરાઇ છે. બીજી તરફ નવા જન્મેલા બાળકને કોઈ ઇન્ફેક્શન ન લાગે તે માટે માતાઓ ઘરમાં પણ હેન્ડ ગ્લોઝ અને માસ્ક પહેરીને જ રાખે છે.

ઇન્ફેક્શન લાગે તો બાળક પર  આ અસર થાય

·         બાળકનો વિકાસ અટકી જવો 

·         બાળકની આજુબાજુમાં પાણી ઓછું થઈ જવું 

·         લોહીનું સર્ક્યુલેશન ઓછું થવું 

·         બાળકનું ગર્ભમાં જ મોત થવું 

·         જો માતાને તાવ, શરદી કે ઉધરસ થાય તો એ જ અસર બાળકને પણ થાય છે

સગર્ભા ઘરમાં પણ માસ્ક પહેરીને રાખે
ઘરમાં પણ બધાથી અંતર જાળવવું જોઈએ અને માસ્ક પહેરીને રાખવું જેથી ઇન્ફેક્શનનો ભય ન રહે. બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ઘરમાં મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. જો માતા ખુશ રહેશે તો બાળક આપોઆપ સ્વસ્થ અને ખુશ રહેશે. - ડો. દીપા મણિયાર, ગાયનેક તબીબ 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post