• Home
  • News
  • ઉદગમ સ્કૂલની મનમાની, આરટીઈમાં પ્રથમ વખત 182 જેટલાં એડમિશન રદ કર્યા, જાણો વાલીઓએ કેમ વિરોધ કર્યો?
post

વાલીઓએ કહ્યું- આવકની વધઘટનો વિષય સ્કૂલનો નથી, એડમિશન સમયે આવક ઓછી હતી બાદમાં વધી, અમને મોકો આપો

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-02 18:35:46

અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલ વાલીઓની આવક વધતા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. RTEના ઇતિહાસમાં અત્યાર સુધી પ્રથમ વખત એક સાથે 182થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓએ કહ્યું કે, સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડોક્યુમેન્ટની તપાસ કરાવવામાં આવી છે. જ્યારે એડમિશન લીધુ ત્યારે અમારી આવક ઓછી હતી, જોકે ત્યાર બાદ આવકમાં વધારો થયો હતો, પરંતુ હવે ફરીથી આવક ઘટી છે તેમ છતા એડમિશન રદ કર્યા છે.

DEOએ વાલીઓને રૂબરૂ બોલાવી હિયરિંગ કર્યું
અમદાવાદની ઉદગમ, ઝેબર, એશિયન ગ્લોબલ અને આનંદ નિકેતન સ્કૂલ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમની સ્કૂલમાં RTE હેઠળ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીની આવક 1.50 લાખ કરતાં વધુ હોવા છતાં RTEમાં અભ્યાસ કરે છે. સ્કૂલે વાલીઓના વધુ આવકના પુરાવા અને આઇટી રિટર્ન પણ DEO કચેરીએ આપ્યા હતા. DEO દ્વારા વાલીઓને રૂબરૂ બોલાવીને આ અંગે હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વાલીઓના બાળકોના એડમિશન રદ કરવામાં આવ્યા છે.

કઈ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓના એડમિશન દર કર્યા?
ફરિયાદ કરનાર ચાર સ્કૂલોમાં 182થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ઉદગમ સ્કૂલના 126 વિદ્યાર્થીઓ, એશિયન ગ્લોબલ સ્કૂલના 46 વિદ્યાર્થીઓ, આનંદ નિકેતન સ્કૂલના 5 અને ઝેબર સ્કૂલના 5 વિદ્યાર્થીઓ છે. આ પૈકીના કેટલાક વાલીઓને હિયરિંગમાં બોલાવ્યા છતાં વાલીઓ આવ્યા નહોતા.

મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરશે
વાલીઓના એડમિશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા જ ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી DEO કચેરી પહોંચ્યા હતા. વાલીઓએ પોતાના બાળકોના એડમીશન રદ થવા બદલ DEOને રજૂઆત કરી હતી. વાલીઓએ DEOને રજૂઆત કરી કે એડમિશન સમયે તેમની આવક 1.50 લાખ હતી. ત્યાર બાદ આવક વધી હતી, પરંતુ અત્યારે આવક ફરીથી ઓછી થઈ છે. તો તેમના બાળકને ફરીથી RTEમાં એડમિશન આપવામાં આવે. વાલીઓએ કહ્યું કે, તેઓ આ અંગે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળશે અને રજૂઆત કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post