• Home
  • News
  • પુલવામામાં સેનાએ 2 આતંકી ઠાર કર્યા, CRPFનો જવાન શહીદ; ઘરમાં 3 આતંકીઓ છુપાયા હોવાની શંકા
post

સેનાને પુલવામાના બંદૂજ વિસ્તારમાં અંદાજે 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 11:58:55

પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે મંગળવારે વહેલી સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા છે. અત્યારે હાલ એન્કાઉન્ટર ચાલે છે અને બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સેનાને પુલવામાના બંદૂજ વિસ્તારમાં અંદાજે 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારપછી પોલીસ અને અર્ધસૈન્યબળે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ મહિને પાકિસ્તાનના ફાયરિંગમાં ચોથો જવાન શહીદ થયો
આ મહિને પુંછ અને રાજૌરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં દેશનો આ ચોથો જવાન શહીદ થયો છે. સોમવારે પણ નૌશેરામાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ફોરવર્ડ પોસ્ટ પર તહેનાત એક જવાન શહીદ થયો હતો. રાજૌરીમાં 4 જૂન અને 10 જૂને બે જવાન શહીદ થયા હતા. ત્યારપછી 14 જૂને પુંછ જિલ્લામાં એક જવાન શહીદ થયા હતા. આ વર્ષે 10 જૂન સુધી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી 2027 વખત ગોળીબાર કરવામાં આવ્યો.

4 મહિનામાં 4 આતંકી સંગઠનોના મુખિયાને મારવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 4 મહિનામાં મુખ્ય આતંકી સંગઠનોના 4 મુખિયાઓને ઠાર કરવામાં આવ્યા છે. ગયા રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે હિજબુલ મુઝાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 3 આતંકીઓને ઠાર કરી દીધા હતા. તેમાંથી હિજબુલનો મુખિયા હતો. ત્યારપછી જમ્મુ-કાશ્મીર આઈજી વિજય કુમારે જણાવ્યું છે કે, 4 મહિનામાં લશકર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુઝાહિદ્દીન અને અંસાર ગજવત-ઉલ હિંદના મુખિયાને મારવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post