• Home
  • News
  • હાઇકોર્ટમાં આર્યન ખાને કહ્યું- મને ફસાવવા માટે NCBએ વ્હોટ્સએપ ચેટનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે
post

આર્યને કહ્યું- NCB ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે વ્હોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-23 17:06:05

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને જેલમાં છે. આર્યન ખાનની બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, ત્યાર બાદ હવે તેને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યું છે, NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે વ્હોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે.

26 ઓક્ટોબરે સુનાવણી
ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે, જેને લઈને 26 ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યન ખાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ફસાવવા માટે NCB તેની વ્હોટ્સએપ ચેટનો ખોટો ઉપયોગ કરી રહી છે, જે ખોટું અને અયોગ્ય છે.

આર્યને જામીન અરજીમાં આ દલીલો આપી

·         જહાજ પર દરોડા પાડ્યા બાદ NCBને મારી પાસેથી કોઈપણ પ્રકારનું ડ્રગ નથી મળ્યું.

·         અરબાઝ મર્ચન્ટ અને અચિત કુમાર સિવાય મારો કોઈ અન્ય આરોપી સાથે સંબંધ નથી.

·         જે વ્હોટ્સએપ ચેટ્સનો ઉલ્લેખ NCB કરી રહી છે, તેનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. તે ચેટ પહેલાની છે.

·         વ્હોટ્સએપ ચેટને જે રીતે તપાસ અધિકારીઓ રજૂ કરી રહ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટું છે.

·         વ્હોટ્સએપ ચેટનો ઉલ્લેખ
આર્યનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે વ્હોટ્સએપ ચેટનો ઉલ્લેખ NCB કરી રહી છે એ ઘટના પહેલાંની છે. એનો આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એ મેસેજને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે ખોટું છે.

·         વ્હોટ્સએપ ચેટ મહત્ત્વની કડી બની
આર્યન ખાનને જામીન ન મળવાની પાછળ તેનું વ્હોટ્સએપ ચેટ સૌથી મહત્ત્વના પુરાવા બની છે. મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.NCBની તરફથી કહેવામાં આવ્યું છે કે આર્યનને જામીન ન મળવા જોઈએ, નહીં તો તે પુરાવાની સાથે છેડછાડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

·         જામીન મળશે તો ફરી ડ્રગ્સ લઈ શકે છે
કોર્ટે કહ્યું હતું કે આર્યનનો જામીન પર છુટકારો થયા બાદ ફરીથી આ પ્રકારની એક્ટિવિટી નહીં કરે એવું માનવાનું કોઈ જ કારણ નથી, એટલે કે જામીન પર બહાર આવ્યા બાદ તે ફરીથી ડ્રગ્સ લેવાનું શરૂ કરી શકે છે.

·         કોર્ટે માન્યું- ષડયંત્ર રચાયું હતું
જજમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે 3 ઓક્ટોબરે NCBને ડ્રગ્સની સૂચના મળતાં ક્રૂઝ પર ચાલતી પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આર્યન સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક લોકો પાસેથી ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ એવું પણ જણાવ્યું હતું કે તેને ડ્રગ કોને સપ્લાય કરી હતી. આ બધું જોતાં ખ્યાલ આવે છે કે બધાએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સેક્શન 29 મુજબ આ વાતને ષડયંત્ર ગણાવવામાં આવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post