• Home
  • News
  • સિનિયર સિટિઝન પસંદગી મેળામાં બે જમાઈ 64-65 વર્ષના સસરા માટે કન્યા શોધવા આવ્યા
post

માતા-પિતાના ફેર લગ્નનો વિરોધ કરનારા સંતાન મેળામાં જોડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 09:21:30

અનુબંધ ફાઉન્ડેશનને છેલ્લાં 15 વર્ષમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં 168 સિનિયર સિટિઝનના લગ્ન કરાવી ચૂક્યું છે. પરંતુ પહેલીવાર આ સંસ્થામાં એક સાથે બે જમાઈ પોતાના સસરા માટે કન્યા શોધવા આવ્યા હતા. મુંબઈના રહેવાસી અતુલ ભાનુશાળી તેમના 64 વર્ષના સસરા જગદીશ ભાનુશાળી માટે કન્યા શોધવા આવ્યા હતા. જ્યારે પાલનપુરના વિશાલ ચૌધરી 65 વર્ષના સસરા ડો. રમણ ચૌધરી માટે કન્યાની શોધમાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ નટુ પટેલના જણાવ્યા અનુસાર 20 વર્ષ પહેલાં જે બાળકો માતા કે પિતાના ફરીથી લગ્નનો વિરોધ કરતા હતા તેઓ આજે વર-કન્યા શોધી રહ્યા છે.

સસરાની એકલતા દૂર કરવા લગ્નનો વિચાર
જમાઈ અતુલ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા મારા સાસુ ગુજરી જતા સસરા બહુ જ દુઃખી રહે છે. અમારા પરિવારનું વિચારવું છે કે, સસરાની એકલતા દૂર કરવા લગ્ન કરાવવા જોઈએ. અમે 1 વર્ષ સુધી ભાનુશાળી સમાજમાં કન્યા જોઈ, પરંતુ હવે કોઈ પણ સમાજ હશે તો ચાલશે. સારું પાત્ર હશે તો, પાત્ર કહેશે ત્યાં ઘર સેટલ કરીશું. ઘરમાં કોઈ સ્ત્રીના હોય તો ઘર સૂનું લાગે, તે માટે લગ્ન કરાવવાનું નક્કી કર્યું.

કન્યા શોધી સસરાને સરપ્રાઈઝ આપવું છે
જમાઈ વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા સસરાને સુખ અને દુઃખની વાત શેર કરવા એક સાચા જીવનસાથીની જરૂર છે. આ જ કારણે અમે સસરાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા સસરા ડોક્ટર છે અને સાસુ ગુજરી ગયા બાદ તે ખેતરમાં રહે છે. મારી પત્ની અને મારા મતે સારો સાથી મળે તો,પાછળનું જીવન સારું જાય. આ કાર્ય કરીને મારે મારા સસરાને સરપ્રાઈઝ આપવું છે. સાથે સાથે મારા સસરાની ઇરછા હશે તો, ધામધૂમથી લગ્ન કરાવીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post