• Home
  • News
  • ઓટોમેટિક કારથી પણ હવે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે, ટૂ-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હેલ્મેટ-એક મિરર ફરજિયાત
post

દરેક કંપનીએ ઓટોમેટિક કાર બજારમાં મૂકતાં નિયમમાં ફેરફાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 09:44:58

ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વેળા ટૂ-વ્હીલર પર એક મિરર હોવો ફરજિયાત કરાયો છે. મિરર નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે નહીં. વાહનના ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો પ્રારંભ થયો છે. હાલ સુભાષબ્રિજ આરટીઓમાં રોજની 20 ઓટોમેટિક કાર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે.અધિકારીએ કહ્યું કે, હાલ મોટા ભાગની કંપનીઓમાં ઓટોમેટિક કાર આવી ગઈ હોઇ, ડ્રાઇવિંગ ટેસ્ટમાં અમલ કરાયો છે. અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા ટૂ-વ્હીલર પર મિરર છે કે, નહીં તેની ચકાસણી થતી ન હતી. અરજદારો મિરર વગરના ટૂ-વ્હીલર વાહન પર પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હતા. જોકે વાહન વ્યવહારના નિયમમાં ટૂ-વ્હીલર પર બે મિરર અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર માટે હેલ્મેટ ફરજિયાત છે.

સુભાષબ્રિજ આરટીઓમાં શુક્રવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વેળા ટૂ-વ્હીલર પર એક મિરર ફરજિયાત હોવો જોઈએ તેઓ અધિકારીઓએ મૌખિક આદેશ કરતા અટવાયેલા અરજદારોએ કચેરીની અંદર અન્ય વાહનમાંથી મિરર કાઢી પોતાના વાહનમાં ફિટ કરી ટેસ્ટ આપ્યો હતો.અરજદારોએ કહ્યું કે, આરટીઓએ જાહેરાત પછી બે દિવસનો સમય આપવો જોઈતો હતો. વસ્ત્રાલ અને બાવળામાં આ નિયમનો અમલ કરાતો નથી, તો બીજી તરફ સુભાષબ્રિજ આરટીઓની બહાર હેલ્મેટની સાથે હવે મિરર પણ ભાડે આપવાનો ધંધો શરૂ થઈ ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post