• Home
  • News
  • મંત્રી છું તે પહેલા હું એક પિતા છું, મારી પુત્રી પણ ડૉક્ટર છે: આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા
post

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમની પુત્રી ડૉક્ટર છે જેણે કોરોના કાળમાં દર્દીઓની સતત સેવા કરી છે અને હજુ પણ કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-21 12:05:49

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમની પુત્રી ડૉક્ટર છે જેણે કોરોના કાળમાં દર્દીઓની સતત સેવા કરી છે અને હજુ પણ કરે છે. 

મંત્રી પહેલા હું એક પિતા છું
સંસદમાં બોલતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'મંત્રી છું તે પહેલા હું એક પિતા છું. મારી  પુત્રી ડૉક્ટર છે. તેણે ઈન્ટર્ન ડૉક્ટર તરીકે કોવિડ વોર્ડમાં કામ કર્યું છે. તેણે મને કહ્યું કે તે આ વોર્ડમાં લોકોની સેવા કરશે અને તે ત્યારથી પીડિતોને સેવામાં લાગી છે. જ્યારે પુત્રીએ મને આ વાત કરી, ત્યારે મને થાળી-તાળીનું મહત્વ ગંભીરતાથી મહેસૂસ થયું. જેણે લોકોમાં આ મહામારી સામે લડવાની હિંમત આપી.'

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, જ્યારે દુનિયામાં આ મહામારી ફેલાઈ રહી હતી તે સમયે તપાસ માટે આપણી પાસે ફક્ત એક લેબોરેટરી હતી, આપણી પાસે પીપીઈ કિટ પણ નહતી. ત્યારે મહામારીને પહોંચી વળવા માટે અને વાયરસ સંક્રમણ  ફેલાતુ અટકાવવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે અન્ય દેશોએ આપણી પાસે દવા માંગી અને આપણા ત્યાંથી 64 દેશોને દવાઓ મોકલવામાં આવી અને આપણે દેશ પર ગૌરવ કર્યું હતું. 

આંકડા છૂપાવવાનું કોઈ કારણ નથી
મોતના આંકડા છૂપાવવાના આરોપો નકારતા માંડવિયાએ કહ્યું કે આ આંકડા છૂપાવવાનું કોઈ કારણ નથી. મૃત્યુના કેસોનું રજિસ્ટ્રેશન રાજ્યોમાં થાય છે. રાજ્ય પાસેથી આંકડા આવ્યા બાદ તેને સંકલિત કરીને કેન્દ્ર પ્રકાશિત કરે છે. કેન્દ્રએ કોઈ પણ રાજ્યને આંકડા ઓછા બતાવવાનું કહ્યું નથી. 

તેમણે કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસીના 11થી 12 ડોઝ મળવા લાગ્યા છે. ભારત બાયોટેક પણ ઉત્પાદન વધારી રહ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે ભારત બાયોટેક પાસેથી અમે ઉત્પાદન ઈચ્છુક કંપનીઓને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે કહ્યું. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જલદી તેના સારા પરિણામ પણ મળશે. 

કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ તેજ
મનસુખ માંડવિયાએ  કહ્યું કે મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પૂરી તૈયારી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે રેમડેસિવિર દવા બનાવનારા પ્લાન્ટની સંખ્યા વધારવામાં આવી છે. પહેલા તેના 20 પ્લાન્ટ હતા   આજે 62 છે. તેમની ઉત્પાદન ક્ષમતા સાડા ત્રણથી ચાર લાખ સુધી પહોંચી ચૂકી છે. બ્લેક ફંગસની સમસ્યાને પહોંચી વળવા માટે આજે દેશમાં 10 પ્લાન્ટ એમ્ફોટેરેસિન ઈન્જેક્શન  બનાવે છે અને વિદેશથી પણ એમ્ફોટેરેસિનની 13 લાખ બોટલો આયાત થઈ છે. 

માંડવિયાએ કહ્યું કે દેશની તમામ મોટી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સરકાર, એનજીઓ, વિભિન્ન કંપનીઓ, રાજ્ય સરકારોની પણ તેમા ભાગીદારી છે. આથી કેન્દ્ર સરકારે 1573 પ્લાન્ટ લગાવવાની યોજના ઘડી. જેમાંથી 316 ચાલુ થઈ ગયા છે. અને બાકીના ઓગસ્ટ સુધીમાં કામ શરૂ કરશે. ચાર કરોડ ચાર  લાખથી વધુ ઓક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા થઈ રહી છે. એ જ રીતે વેન્ટિલેટર અને અન્ય ઉપકરણ પણ ઉપલબ્ધ  કરાવવામાં આવ્યા છે. 

23 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર
તેમણે કહ્યું કે 23 હજાર ક રોડ રૂપિયાનું એક વિશેષ પેકેજ જાહેર કરાયું છે. જેનાથી આ મહામારીને પહોંચી વળવા માટે જરૂરી સંસાધન ભેગુ કરી શકાય. રાજ્યો પાસેથી યોજનાઓ સંબંધિત યોજનાઓ માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલ દરરોજ 50 લાખલોકોનું રસીકરણ થઈ રહ્યું છે. અને રસીની ઉપલબ્ધતા વધારવાની સાથે આ સંખ્યા પણ વધતી જશે. માંડવિયાએ કહ્યું કે ભારતની બે કંપનીઓ બાળકોની રસી માટે ટ્રાયલ કરી રહી છે. ઝાયડેસ કેડિલાએ આ અંગે પરીક્ષણ શરૂ કરી દીધુ છે. ભારત બાયોટેકે પણ શરૂ કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પરીક્ષણોના સફળ થવા પર બાળકોનું રસીકરણ કરવામાં આવશે. 

તેમણે આ સાથે એમ પણ કહ્યું કે જો કોરોનાની પહેલી અને બીજી લહેરના આંકડા જોઈએ તો આગામી લહેરમાં બાળકોને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી. આમ છતાં સરકાર તમામ તૈયારીઓ કરી રહી છે. 

જલદી આવશે DNA આધારિત રસી
તેમણે કહ્યું કે કેડિલા કંપની ડીએનએ આધારિત રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. તેને ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી મેળવવા ઔષધિ મહાનિયંત્રક સમક્ષ વચગાળાના આંકડા રજુ કર્યા છે. જો આ રસી બજારમાં આવશે તો ભારત દુનિયાનો પહેલો એવો દેશ હશે જેની પાસે કોવિડ-19થી બચવા માટે DNA આધારિત રસી હશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post