• Home
  • News
  • પાટણ પાસે કારે રોડ ક્રોસ કરી રહેલા બાઇકચાલકને ફૂટબોલની જેમ ફંગોળ્યો, પાંચ ફૂટ ઊછળીને નીચે પડતાં મોત
post

કારચાલક પણ પોતાની ગાડીને કાબૂમાં કરવાનો પ્રયાસ કરતાં ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:06:22

પાટણ: પાટણ-ઊંઝા હાઇવે ઉપર સવારના અરસામાં બાલીસણા નજીક પેટ્રોલ ભરાવીને બાઈકચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન અચાનક કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈકસવાર યુવક ફૂટબોલની જેમ ઊછળીને રોડ પર ફંગોળાયો હતો. તેને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે રુવાંટાં ઊભાં કરી દેતી આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.

યુવકને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી​​​​​​
બાલીસણા ગામમાં રહેતા પટેલ બાબુભાઈ ગોવાભાઇ ગામનો યુવક હાઇવે ઉપર આવેલા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવીને ઘરે જવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી અર્ટિકા કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી, જેથી અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકચાલક ફૂટબોલની જેમ ઊછળીને રોડ પર પટકાયો હતો. એને લઈ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારની ટક્કરથી યુવકને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

સદનસીબે કારચાલકનો બચાવ
આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક બાઈકચાલક પેટ્રોલ ભરાવીને રોડ ક્રોસ કરી રહ્યો છે. ત્યારે અચાનક પૂરઝડપે એક કાર આવીને આ યુવકને ટક્કર મારે છે, જેથી યુવક રોડ પર ફંગોળાઈ જાય છે. જ્યારે બાઈક પણ કેટલીક દૂર જઈને પડે છે. આ ઉપરાંત કારચાલક પણ પોતાની ગાડીને કાબૂમાં કરવાનો પ્રયાસ કરતાં ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો, પરંતુ શરીરના ભાગે ઇજાઓ થતાં તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post