• Home
  • News
  • બંગાળમાં ભાજપ ધારાસભ્યના મોત મુદ્દે ઊહાપોહ, 8 જિલ્લા બંધ, ભાજપના નેતાઓ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળ્યા
post

સીબીઆઇ તપાસની અને મમતા સરકારને હટાવવાની માગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 09:32:40

નવી દિલ્હી: ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યના મોત મામલે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યું. ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પ્રતિનિધિમંડળની આગેવાની કરી. તેમણે કહ્યું કે હેમતાબાદના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના મોતની સીબીઆઇ તપાસ થવી જોઇએ અને બંગાળની મમતા બેનરજી સરકારને બરતરફ કરવી જોઇએ.

મુલાકાત બાદ વિજયવર્ગીયએ કહ્યું, અમને બંગાળની એકેય એજન્સી પર ભરોસો નથી. તેથી અમે રાષ્ટ્રપતિને આ મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. જ્યાં લોકોના પ્રતિનિધિ પણ સલામત ન હોય તેવી સરકારને સત્તા પર રહેવાનો અધિકાર નથી. વિજયવર્ગીયએ આક્ષેપ કર્યો કે છેલ્લાં 3 વર્ષમાં રાજ્યમાં ભાજપના 105 સમર્થકની હત્યા થઇ છે. 

આક્રોશ: ભાજપના સમર્થકોએ રેલી કાઢી, દુકાનો બંધ કરાવી
ભાજપના પ.બંગાળ એકમે ઉત્તર બંગાળના 8 જિલ્લામાં 12 કલાકનું બંધ રખાવ્યું. માલદા જિલ્લામાં રેલી કાઢી અને દુકાનો બંધ કરાવી. ભાજપ સમર્થકોએ કૂચ બિહાર જિલ્લામાં પણ રેલી કાઢી અને દેખાવો કર્યા. કેટલીક બસોને નુકસાન પણ પહોંચાડ્યું. કેટલાંક સ્થળે ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે 15 લોકોની ધરપકડ પણ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ: રાયનું મોત ફાંસો લાગવાથી થયાનો દાવો
ધારાસભ્ય રાયનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં લખ્યું છે કે રાયનું મોત ફાંસો લાગવાના કારણે થયું. તેમના શરીર પર ઇજાનાં અન્ય કોઇ નિશાન નહોતાં. પોલીસે કહ્યું કે રાયના શર્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી, જેમાં તેમણે તેેમના મોત માટે 2 લોકોને જવાબદાર ગણાવ્યા છે. રાયના પરિવારે અને ભાજપે દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસે તેમની હત્યા કરાવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post