• Home
  • News
  • ભાજપનો વિજયોત્સવ:સુરતમાં ‘આપ’ની જીતથી પાટીલ અકળાયા, કહ્યું, સોનાની થાળીમાં લોખંડનો ખીલો ઠોક્યો છે પણ એનોય રસ્તો કાઢીશું
post

કોંગ્રેસ ખતમ થઈ, એ આપણી સાનુકૂળતા છે, કોંગ્રેસની નબળાઈ પર જીતવાની ટેવ નથી પાડવાની

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 11:39:33

ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. જ્યારે ઓવૈસીની AIMIMને અમદાવાદમાં ખાતુ ખોલવાની તક મળી છે. તથા સુરતમાં આમ આદમી પાર્ટીની પણ નોંધનીય જીત થઈ છે. ત્યારે અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી શરુ થઈ ગઈ છે. આ ઉજવણીમાં મુખ્યંમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. ખાનપુર કાર્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સી.આર.પાટીલે ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે. સભામાં હાજર લોકોને પાટીલે નમન કર્યું હતું.

·         ભાજપના તમામ કાર્યકરોને વંદન સાથે અભિનંદન, 168નું ટાર્ગેટ હતું પણ ઓછું પડ્યું, હવે ક્યાં નબળું પાસુ રહ્યું તે શોધીને તેની પર હવે કામ કરવું જોઈએ. રાજકોટમાં 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. વર્ષ 2015નો 142 બેઠકોનો રેકોર્ડ તૂટ્યો છે. જે ઉમેદવારો સક્ષમ હતાં તેમણે જીત મેળવી છે. કેટલાક ઉમેદવારો કેમ હાર્યા તેના પર મંથન થશે. અમદાવાદ શહેરમા કેટલા વર્ષ થી ભાજપની સતા તેં અગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અજાણ, પ્રદેશ અધ્યક્ષએ શહેર અધ્યક્ષને ચાલુ સ્પિચે પુછ્યું પડ્યું કે અમદાવાદ મનપામાં ભાજપની સતા કેટલા વર્ષ થી?

·         કાલથી જીતેલા ઉમેદવાર, જ્યાં નથી પહોચી શક્યા ત્યાં જઈને લોકો સુધી લોકોને મળવા આપી સલાહ

·         કોંગ્રેસ ખતમ થઈ, એ આપણી સાનુકૂળતા છે, કોંગ્રેસની નબળાઈ પર જીતવાની ટેવ નથી પડવાની, લોકોની સેવા સાથે જીતની ટેવ પાડવી જોઈએ

·         અમદાવાદમાં ધાર્યું એ પરિણામ ન આવ્યું, એનો વસવસો છે

·         સુરતમાં આપ ઘુસી ગયું છે એનો પણ રસ્તો કાઢીશું

·         સુરત 120 બેઠક જીતવાનો પ્રયાસ હતો, આપ અંદર ઘુસ્યું, અમે કેવી રીતે પનારો લેવો તે જોઈશું

·         કોંગ્રેસને અમે હરાવવા હતા, પણ હવે સુરતમાં શુ કરવું, તે અંગે જોઈશું

·         રાજકોટમાં 50 વર્ષથી ભાજપ પર પ્રજાનો પ્રેમ અવિરત જળવાઈ રહ્યો છેઃ નીતિન પટેલ

·         લાખોની સંખ્યામાં આપણી શક્તિનો ઉમેરો થાયઃ નિતીન પટેલ

·         ભાજપને ખોબે ખોબે મત આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો તે માટે રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

·         ગુજરાતમાં કોંગ્રેસની સૌથી ખરાબ હાલત આજે જોવા મળીઃ રૂપાણી

·         કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ડિપોઝિટ ડૂલ થઈ ગઈઃ રૂપાણી

·         ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારોને વીણી વીણીને હરાવ્યાઃ રૂપાણી

·         ગુજરાતીઓને ભ્રમમાં રાખવા માગતી હતી કોંગ્રેસ

·         ​​​​​​​કોરોનાના નામે કોંગ્રેસે ભ્રાંતિ ફેલાવી

·         ​​​​​​​ભાજપની નિતી અને નિયમ પર ગુજરાતે ભરોસો જતાવ્યો

·         ​​​​​​​EVM પર ઠિકરા ફોડી રહી હતી કોંગ્રેસ

·         ​​​​​​​ભાજપના મતદારે ભાજપ પર વિશ્વાસ રાખ્યો

·         ​​​​​​​કોંગ્રેસ હવે વિરોધ પક્ષ સુધીય નથી રહી

·         ​​​​​​​રાજકોટ અને સુરતમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ

·         પરિણામથી હવે ભાજપની જવાબદારી વધી છે

 

adv

Related News

post
post
post
post
post
post
post