• Home
  • News
  • કેટરીના-વિકી નવા પ્રોજક્ટમાં સાથે જોવા મળશે? પ્રોડ્યૂસર આરતી શેટ્ટીના ઘરની બહાર જોવા મળ્યાં
post

તાજેતરમાં જ વિકી કૌશલ અવોર્ડ શોમાં હોસ્ટિંગ દરમિયાન કેટરીના સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:57:40

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તથા એક્ટ્રેસ કેટરીના કૈફ રવિવારે (પાંચ જાન્યુઆરી) પ્રોડ્યૂસર આરતી શેટ્ટીના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. છેલ્લાં કેટલાંય સમયથી વિકી તથા કેટરીના વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. હવે, માનવામાં આવે છે કે બંને કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે.

બંને પોત-પોતાની કારમાં આવ્યાં : 
વિકી કૌશલ તથા કેટરીના કૈફ પોત-પોતાની કારમાં આવ્યાં હતાં. ચર્ચા છે કે આરતી શેટ્ટીના આગામી પ્રોજેક્ટ્સમાં બંને સાથે કામ કરવાના છે.

બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા : 
વિકી કૌશલે પોતાની પ્રેમિકા હરલીન સેઠી સાથે બ્રેક-અપ કર્યું ત્યારથી એક્ટર તથા કેટરીના વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. વિકી તથા કેટરીના અવાર-નવાર સાથે જોવા મળે છે. બંને પ્રાઈવેટ ડિનર, ચેટ શોમાં સાથે આવતા હોય છે. આટલું નહીં તાજેતરમાં વિકી કૌશલ અવોર્ડ શોમાં હોસ્ટિંગ દરમિયાન કેટરીના સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો. દિવાળી પાર્ટીમાં બંને સાથે જોવા મળ્યાં હતાં.

વર્ષે વિકીની બે ફિલ્મ રિલીઝ થશે :
વિકી કૌશલની વર્ષ 2019માંઉરીઃ સર્જિકલ સ્ટ્રાઈકરિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. વર્ષ 2020ની વાત કરવામાં આવે તો વિકીની સૌ પહેલાંભૂત પાર્ટ વનઃ હોન્ટેડ શિપરિલીઝ થશે. ત્યારબાદસરદાર ઉધમ સિંહરિલીઝ થશે. કેટરીનાની વર્ષે અક્ષય કુમાર સાથેની ફિલ્મસૂર્યવંશીરિલીઝ થવાની છે. આરતી શેટ્ટીએતેરે બિન લાદેન ડેડ ઓર અલાઈવ’, ‘તેરે બિન લાદેન’, ‘ ઝોયા ફેક્ટરજેવી ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post