• Home
  • News
  • સુરતનો ઋષિ પટેલ CATમાં દેશમાં ટોપ-25માં ક્રમે, IIT દિલ્હીથી બીટેક કર્યું, લોકડાઉન થતાં ઘરે આવી 4 મહિના કેટની તૈયારી કરી
post

ઋષિએ કેટમાં 228માંથી 159.65 માર્ક્સ સાથે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા, IIMમાં ભણવાનું સપનું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 11:43:18

કેટ પરિણામમાં સુરતના ઋષિ પટેલે 228માંથી 159.65 માર્ક્સ સાથે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. સાથે દેશમાં ટોપ-25માં સ્થાન મેળવ્યું હોવાનો દાવો કર્યો છે. ઋષિ હાલ પિપલોદના સંસ્કાર પાર્કમાં પિતા દિલીપ અને માતા સુનીતા સાથે રહે છે. તેના પિતા ખાનગી કંપનીમાં ઇજનેર અને માતા ગૃહિણી છે. ઋષિ વધુ અભ્યાસ માટે કોટા ગયો હતો. જેઇઇમાં 416 રેન્ક આવ્યો હતો. જે પછી તેણે દિલ્હી આઇઆઇટીમાં ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ મેળવ્યો હતો. લોકડાઉન થતાં ઋષિ 7 વર્ષ બાદ ઘરે આવી કેટની તૈયારી શરૂ કરી હતી. ઋષિ જુલાઈથી વાંચવાની શરૂઆત કરી નવેમ્બરમાં પરીક્ષા આપી હતી.

VNSGUના મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો. જયદીપ ચૌધરીએ ઋષિનો ઇન્ટરવ્યું લીધો, જેમાં ઋષિએ પોતાની સફળતાના રાઝ ખોલ્યા હતા

તમે ગ્રેજ્યુએશન શેમાં કર્યું છે?
મે IIT દિલ્હીથી બીટેક કર્યું છે

કેટ કેમ અપાવી?
ટેક્નિકલ સ્કીલ સાથે મેનેજમેન્ટ સ્કીલ હશે તો કંપનીને લાભ થશે અને મને સારૂ પેકેજ મળશે

કઈ IIMમાં, મેનેજમેન્ટની કઈ ફિલ્ડમાં અભ્યાસ કરવો?
અમદાવાદ કે બેંગ્લોરની આઇઆઇએમમાં જવું છે. મેથ્સ સારું હોવાથી ફાયનાન્સમાં અભ્યાસ કરવો, તેની ડિમાન્ડ સારી છે.

અમદાવાદ કે બેંગ્લોર IIMમાં કેમ જવું છે?
બંને બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ તથા ફ્રેન્ડ-ફેમિલી સાથે રહેવું

ફાયનાન્સ માટે કોલકાતા IIM બેસ્ટ તો કેમ નથી જવું?
હવે પરિવારથી દૂર નથી રહેવું એટલે

જોબ ઇન્ડિયામાં જ કરશો?
હા, કારણ કે, પરિવાર સાથે રહેવું છે.

કેટની તૈયારી કઈ રીતે કરી? કોચિંગ જોઇન કર્યું હતું?
મેં કોઈ કોચિંગ જોઇન કર્યું નથી, કેટના પેપર કેવા હોય તે જાણવા કોચિંગનું ટેસ્ટ પેકેજ લીધું હતું, મંે પહેલેથી જ રિડિંગ કરતો હતો અને મેથ્સ મને આવડે છે તો મે જાતે તૈયારી કરી છે

એડમિશન નહીં મળે તો શું કરશો?
મને એક જગ્યાએ સોલાર કંપનીમાં અઢી લાખની જોબ મળી છે તો તે કરીશ, આવતા વર્ષે ફરી કેટ આપી અનુભવ સાથે એડમિશન મેળવીશ.

કોચિંગ જોઇન કરવું જરૂરી છે?
મારા મતથી જરૂરી નથી.

કેટની તૈયારી કેટલા સમયથી કરો છો? રોજ કેટલું વાંચો? એકલા વાંચો છો ?
હું એકલો જ વાંચતો હતો, કોઈ ડાઉટ આવે તો ફ્રેન્ડ સાથે ચર્ચા કરતો

કેટમાં ક્યાં સમસ્યા આવતી હતી? શું કર્યું?
રિડિંગ કોમ્પરિઆન્સર અને વર્બલ એબિલિટીમાં માર્ક્સ ઓછા આવતા તો નોવેલ બુક્સો વાંચી

રોલ મોડેલ કોઇને બનાવ્યા છે?
ના, હું નોવેલ વાંચતો અને ઓટોબાયોગ્રાફીથી શીખ્યું કે 1 સ્કીલથી કંઈ જ નહીં થાય

તમે લોકોને શું ટીપ્સ આપશો?
રેગ્યુલર ઇંગ્લિશ વાંચન કરો, કેટમાં સ્પીડમાં આન્સર આપવાના હોય છે, જે વાંચન કર્યું હોય તો તરત જ સોલ્વ થઈ જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post