• Home
  • News
  • ખેડૂતો પોતાના ઉત્પાદનો સીધા જ કંપનીઓને વેચી શકશે જેના પર કોઈ ટેક્સ લાગશે નહી, રોકાણ વધારવા એમ્પાવર્ડ ગ્રુપ બનાવાશે
post

ખેડૂતો માટે 'એક દેશ એક બજાર' નીતિ અમલમાં આવશે, ખરીદ-વેચાણના વિવાદ સ્થાનિક સ્તરે જ ઉકેલાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:51:06

નવી દિલ્હી: કોરોના વાયરસ સંકટની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ મંત્રીએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકારે આજે 3 મહત્વના નિર્ણયો કર્યા હતા. જેનાથી મુખ્યત્વે ખેડૂતોને ફાયદો થશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, એશેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, APAC એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડુતો પોતાનો પાક સીધી વેચી શકશે, હવે ભારત ખેડુતો એક દેશ એક બજાર હશે. કેબિનેટમાં આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોના સંગ્રહની મર્યાદા નાબૂદ કરવાના ઓર્ડિનન્સને મંજુરી આપવામાં આવી હતી. હવે ફક્ત આ ખૂબ જરૂરી પરિસ્થિતિમાં જ સંગ્રહને માર્યાદિત કરી શકાશે. આ અંગેની જાહેરાત 20 લાખ કરોડના પેકેજમાં કરવામાં આવી હતી.

મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણયો

·         કોલકાતા બંદરનું નામ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પરથી રાખવામાં આવશે.

·         દેશના 14 કરોડ ખેડુતોમાં 85% નાના અને મધ્યમ છે. તેમને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળતો નથી. તેથી તેઓ સમસ્યાઓનો સામનો કરે છે. સરકાર ખેડૂતોના હિત માટે સતત નિર્ણય લઈ રહી છે. 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનું લક્ષ્ય છે.

·         દેશમાં રોકાણ વધારવા માટે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરી (EGoS) અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ્સ (PDCs)ની બનાવવા માટે મંજૂરી.

·         એશેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં એવા સુધારા કરવામાં આવ્યા છે, જે ખેડૂતોને આઝાદી આપશે. તેઓ તેમના ઉત્પાદનોને ક્યાં, કેવી રીતે અને કયા ભાવે વેચે છે તે નક્કી કરી શકશે. મંડી ઉપર પ્રતિબંધ દુર કરવાની સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બહાર કોઈ ઇન્સપેક્ટર રાજ ન આવી.

ખેડૂતો પાસેથી સીધી ખરીદી પર કોઈ ટેક્સ લાગશે નહી
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, APMC રહેશે. કંપનીઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી શકશે. આ ખરીદી અને વેચાણ પર કોઈ પણ પ્રકારનો સરકારી વેરો લાગશે નહીં. ખેડુતો અને ખરીદદારો વચ્ચે જો કોઈ વિવાદ થશે તો તેને સ્થાનિક સ્તરે જ ઉકેલવામાં આવશે. સરકારે ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા આ પગલાં લીધાં છે. ઇલેક્ટ્રોનિક વેપાર માટે ખેડુતોનો માર્ગ સરળ બનશે, ખેડુતો તેમના ઉત્પાદનને બજારમાં લઈ જતા અટકાવશે. આ APMC મોડેલ એક્ટથી અલગ છે.

રોકાણ વધારવા માટે એમ્પાવર્ડ ગ્રુપને મંજૂરી
કેન્દ્રીય મંત્રી જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રોકાણ વધારવા માટે સરકારે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરી (EGoS) બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફાર્માકોપીયા કમિશનની સ્થાપનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેબિનેટે આયુષ મંત્રાલયની ગૌણ કચેરી તરીકે ફાર્માકોપીયા કમિશન ફોર ઈન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી (PCIM&H)ની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં આ સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં MSME ક્ષેત્ર અને ખેડૂતોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. 

બે દિવસ પહેલા MSMEને લગતી દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી
અર્થતંત્ર પર કોરોનાની અસર ઘટાડવા માટે સરકારે ગયા મહિને 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. તેની કેટલીક દરખાસ્તોને બે દિવસ પહેલા યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સોમવારે મળેલી બેઠકમાં, માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ (MSME) માટે રૂ. 50 હજાર કરોડના ભંડોળ અને આર્થિક મુશ્કેલીઓથી ઝઝૂમતા MSME માટેના રૂ. 20 હજાર કરોડની લોન યોજનાને મંજૂરી આપી હતી. આ સિવાય બેઠકમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post