• Home
  • News
  • ગુજરાત કોંગ્રેસમાં ટિકિટ માટે ઉમેદવારોએ કરવા પડશે મોટા ગતકડાં!, કોંગ્રેસની 2 અજીબો ગરીબ શરતથી ખળભળાટ
post

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે અજીબો ગરીબ શરતો રાખીને ખુદ પાર્ટીને હાસ્યાસ્પદ દશામાં મૂકી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:27:38

રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે ચૂંટણીની તૈયારીને લઈને ભાજપ-કોંગ્રેસ (BJP-Congress)માં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આગેવાનોને કોર્પોરેશનની ચૂંટણી (Corporation elections)માં ટિકિટ આપવામાં નહીં આવે, તેવું અનેક કોંગ્રેસી નેતા (Congress leader)ઓનું નિવેદન સામે આવી ચૂક્યું છે. આ સાથે જ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપ પાસે અત્યારે કુશળ ઉમેદવારોની અછત છે. જેથી કોંગ્રેસમાંથી ઉછીના લીધેલાં લોકો કેબિનેટ સંભાળે છે.

કોંગ્રેસમાં ટિકિટ માટે હવે ગતકડાં કરવા પડશે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટ માટે કોંગ્રેસની અજીબો ગરીબ શરતોના અહેવાસ સામે આવ્યા છે. જેમાં જીત્યા પછી ભાજપમાં નહીં જોડાવાની શરત રાખી છે. આ શરત સાથે 2 કોંગી નેતાની બાંહેધરી પણ જરૂરી છે. ફેસબુક પર ઉમેદવારની ભાજપ વિરોધી પોસ્ટ હોવી પણ જરૂરી છે.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે અજીબો ગરીબ શરતો રાખીને ખુદ પાર્ટીને હાસ્યાસ્પદ દશામાં મૂકી દીધી છે. જે નેતાને ટિકિટ જોઈતી હોઈ તેને ખાતરી આપવાની કે જીત્યા પછી ભાજપમાં નહિ જોડાઈ. આટલું જ નહિ ઉમેદવારે 2 કોંગ્રેસી નેતાની બાંહેધરી આપવાની. લો બોલોઉમેદવારો ઉપર કોંગ્રેસને વિશ્વાસ જ નથી? આટલું ઓછું હોઈ તેમ બીજી શરત એ છે કે ઉમેદવારે ફેસબુક ઉપર ભાજપ વિરુદ્ધની પોસ્ટ કરેલી હોવી જોઈએ. આ પ્રકારનું ફોર્મ હાસ્યાસ્પદ સાબિત થઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસમાં અસંતોષ કોઇનાથી છૂપો નથી અને ચૂંટણી આવે ત્યારે તે ખૂલીને બહાર આવે છે.. કોંગ્રેસમાં આતંરિક અસંતોષને કારણે જ નેતાઓ તૂટી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ સતત હવાતિયા મારી રહ્યું છે. સ્થાનિક સ્વારાજની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડના હવાતિયા ફરી શરૂ થઇ ગયા છે..

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હાઇકમાન્ડે તાબડતોબ છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુને કો-ઓર્ડિનેશન કિમટી અને કેમ્પેઇનિંગ કમિટીના નિરીક્ષક બનાવ્યા છે.. કોંગ્રેસ હાઇકમાન્ડના આ નિર્ણયથી રાજીવ સાતવની પાંખો કપાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post