• Home
  • News
  • ઈશરત જહા કેસમાં CBI કોર્ટનો મોટો ચુકાદો, તરુણ બારોટ સહિત 2 ને ડિસ્ચાર્જ કર્યાં
post

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. આ એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. સાથે જ કોર્ટે અવલોકનમાં ટાંક્યું કે, તમામ અધિકારીઓએ પોતાના ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. ઈશરત જહા લશ્કેર તૈયબાની આતંકી હતી, તે ગ્રૂપમાંથી આવતી હતી તે નકારી ન શકાય. તેથી જ તમામ અધિકારીઓએ ફરજ બજાવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-31 12:11:25

અમદાવાદ :ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. આ એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. સાથે જ કોર્ટે અવલોકનમાં ટાંક્યું  કે, તમામ અધિકારીઓએ પોતાના ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. ઈશરત જહા લશ્કેર તૈયબાની આતંકી હતી, તે ગ્રૂપમાંથી આવતી હતી તે નકારી ન શકાય. તેથી જ તમામ અધિકારીઓએ ફરજ બજાવી હતી. 

શું છે ઈશરત જહા એન્કાઉન્ટર કેસ...
મુંબઈના મુબ્રાની 19 વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી અકબર અને જીશાન જૈાહરને 15 જુન, 2004નું અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post