• Home
  • News
  • બેંકો સાથે 500 કરોડથી વધુની ઠગાઈ કરનાર રાજ્યની બે કંપની સામે CBIમાં ગુનો દાખલ, બંને કંપનીની ઓફિસો, ઘર મળી 9 સ્થળે CBIના દરોડા
post

મેસર્સ વરિયા એન્જિનિયરિંગે 452 કરોડ, મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટે 72 કરોડની ઠગાઈ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 10:35:36

વિવિધ બેંકો સાથે 500 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ મેસર્સ વરિયા એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ લિમિટેડ સામે બે અલગ અલગ ગુના સીબીઆઈમાં દાખલ થયા છે. સીબીઆઈએ આ મામલે 9 સ્થળે દરોડા પાડ્યા હતા.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર, મેસર્સ વરિયાના સંચાલકોએ 2013થી 2017 દરમિયાન વિવિધ બેંકોમાંથી લોન તેમજ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈ સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં ઘાલમેલ કરીને કુલ રૂ.452.62 કરોડની ઠગાઈ કરી હતી. જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોએ 2017 થી 2019 દરમિયાન બેંકમાંથી ઓવરડ્રાફટ લઈને કંપનીને નાદાર જાહેર કરીને કુલ રૂ. 72.55 કરોડની ઠગાઈ આચરી હતી.

બેંકના ફોરેન્સિક ઓડિટ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, આ ખાનગી કંપનીના ડાયરેક્ટરોએ બેંક ખાતામાં ઘાલમેલ કરીને લોન પ્રોસેસમાં ફેરફાર કરીને કરોડો રૂપિયા લઈ બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

આ મામલે ગોપાલા સામેના કેસમાં ગાંધીનગર સ્થિત ખાનગી કંપનીના ડાયરેક્ટરોના ગાંધીનગર તથા મુંબઈના રહેણાંક સ્થળો તથા ઓફિસો સહિત કુલ પાંચ સ્થળે દરોડો પાડ્યા હતા, જ્યારે મેસર્સ વરિયાના કેસ મામલે ચાર સ્થળે દરોડા પાડી મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા.

મેસર્સ વરિયાના આરોપી

·         હિમાંશુ પ્રફુલચંદ્ર વરિયા

·         શ્રીમતી સેજલ વરિયા

·         મેસર્સ ક્રિષ ટેકકોન પ્રા.લિ.

·         અજાણ્યા સરકારી કર્મચારીઓ

·         અજાણ્યા ખાનગી લોકો

મેસર્સ ગોપાલાના આરોપી

·         મનીષ મહેન્દ્ર સોમાણી

·         મનોજ મહેન્દ્ર સોમાણી

·         કિશોરીલાલ સોનથાલિયા

·         અજાણ્યા સરકારી કર્મચારીઓ

·         અજાણ્યા ખાનગી લોકો

 

adv

Related News

post
post
post
post
post
post
post