• Home
  • News
  • ભાજપ ઇલેક્શન મોડમાં:સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો સાથે મુખ્યમંત્રી-પક્ષ પ્રમુખ બેઠકો કરી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરશે
post

ચૂંટણી મુદ્દા અને પાંચ વર્ષના શાસનમાં કરેલા કામો અને બાકી રહેલા કામો અંગેની સમીક્ષા કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 10:22:03

ગુજરાતમાં આગામી માસના અંતે જાહેર થઈ શકતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ગીયરઅપ થતા ભાજપ તેના ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કરી દીધા છે અને બીજી તરફ મહાપાલિકાઓમાં તથા જીલ્લા પંચાયતોમાં ચૂંટણી જીતવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે જે સંસ્થાઓમાં ભાજપ શાસનમાં છે તે તમામ મહાપાલિકાના હોદેદારો તથા જીલ્લા પંચાયતમાં પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરશે, જેના આધારે ચૂંટણી મુદ્દાની બ્લ્યુ પ્રીન્ટ તૈયાર કરવામાં આવશે.

મહાપાલિકા તથા જીલ્લા પંચાયતને પક્ષના હોદેદારો મળશે
સૌ પ્રથમ અમદાવાદ મહાપાલિકાના મેયર સહિતના ભાજપના પદાધિકારીઓ તથા અમદાવાદ ભાજપના હોદેદારોને મળી પાંચ વર્ષની કામગીરી ગત ચૂંટણી ઢંઢેરાના વચનો આ કેટલા પુરા થયા છે અને કયાં બાકી છે તથા આગામી પાંચ વર્ષ માટેના સંભવિત આયોજનો સહિતના મુદાઓ પણ ચકાસીને દરેક મહાપાલિકા અને જીલ્લા પંચાયત મુજબ પક્ષનું માઈક્રો પ્લાનિંગ ગોઠવશે જેના પગલે મહાપાલિકા તથા જીલ્લા પંચાયતને પક્ષના હોદેદારો મળશે.

ચિંતન બેઠકમાં ચૂંટણી વ્યવસ્તાને અગ્રતા આપવામાં આવી
હમણાં જ કમલમમાં મળેલી ચિંતન બેઠકમાં ચૂંટણી વ્યવસ્તાને અગ્રતા આપવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ભાર્ગવ ભટ્ટ અને મહેશ કમવા સાથે એકંદર ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કર્યા છે. જ્યારે મુખ્ય પ્રદેશ પ્રવકતા તરીકે ભરત પંડયા, ઉપરાંત ડો. કિરીટ પટેલ અમદાવાદના મેયર બિજલ પટેલ, મહેશ કસવાલા, વડોદરાના પુર્વ મેયર ભરત ડાંગર અને સૌરાષ્ટ્રમાં રાજુભાઈ ધ્રુવ અને કચ્છમાં પંકજ મહેતાને પસંદ કરાવાઈ. આ ઉપરાંત દરેક જીલ્લા છે. ચૂંટણી ઈન્ચાર્જ પણ નિયુક્ત થયા છે.

2022ની વિધાનસભાની જીતનો પાયો નાખશે
આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ પાલિકાઓ અને જીલ્લા પંચાયતો ઉપરાંત પાલિકાઓ અને તાલુકા પંચાયત જીતવાનો લક્ષ્ય પણ રાખ્યો છે. તેઓએ આ ચૂંટણીમાં રીપીટ-નો-રીપીટ કોઈ થિયરી હોવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે પક્ષના જે માપદંડ છે અને જેઓ જીતી શકે તેમ છે. તેના આધારે જ ટિકીટ અપાશે. પાટીલે કહ્યું કે જેઓ સતત ચૂંટાતા આવે છે તે તેમના મતક્ષેત્રમાં લોકચાહના ધરાવે છે અને તેથી તેઓને રીપીટ નહીં કરવાનું કોઈ કારણ હોવાનો ઈન્કાર કર્યો હતો. પાટીલે કહ્યું કે પેટા ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ પક્ષ તેના ટાર્ગેટ મુજબ તમામ મહાપાલિકા, જીલ્લા પંચાયત અને પાલીકા તથા તાલુકા પંચાયત કબ્જે કરશે અને 2022ની વિધાનસભાની જીતનો પાયો નાખશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post