• Home
  • News
  • ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બહુ મોટી ભૂલ સાબિત થશે: નિષ્ણાતો
post

સીપીઇસી રસ્તા, રેલવે તથા વિદ્યુત પરિયોજનાઓનું સુયોજિત નેટવર્ક છે, જે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાક.ના ગ્વાદર પોર્ટ સાથે જોડવા માટે બનાવાઇ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 10:14:39

તેલ અવીવ: ચીનનો મહત્ત્વાકાંક્ષી ચીન-પાક. ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેક્ટ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ભૂલ સાબિત થશે. અમેરિકા ખાતેના પાક.ના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની સહિત ઘણા નિષ્ણાતોએ આવો દાવો કર્યો છે. જેરુસલેમ પોસ્ટમાં આ નિષ્ણાતોના નિવેદનોના આધારે અહેવાલ છપાયો છે. તેમના કહેવા મુજબ, પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ 3.50 લાખ કરોડ રૂ. હતો, જે હવે વધીને 6.61 લાખ કરોડ રૂ. થઇ ચૂક્યો છે. સીપીઇસી રસ્તા, રેલવે તથા વિદ્યુત પરિયોજનાઓનું સુયોજિત નેટવર્ક છે, જે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાક.ના ગ્વાદર પોર્ટ સાથે જોડવા માટે બનાવાઇ રહ્યું છે. તેમાં પાક.એ પણ રોકાણ કર્યું છે પણ તેનો મોટા ભાગનો હિસ્સો ધિરાણના રૂપમાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post