• Home
  • News
  • ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી
post

બે દિવસ અગાઉ ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે વાતચીતમાં સૈનિકોને પાછળ હટાવવા સહમતિ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:11:44

નવી દિલ્હી: ગલવાનમાં 15 જૂનના રોજ થયેલી અથડામણ બાદ ભારત અને ચીનના કમાન્ડર્સ સૈનિકોને હટાવવા માટે તૈયાર થઈ ગયા હતા. આજે રાજદ્વારી સ્તર પર પણ વાતચીત થઈ છે, પણ ગલવાનમાં હજુ પણ તણાવભરી સ્થિતિ ઓછી થઈ નથી. લશ્કરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાટીમાં કેટલાક કિલોમીરના ઘેરામાં ચીનના સૈનિકો હજુ પણ છે. દરમિયાન, ભારતીય હવાઈદળ(IAF)ના લડાકૂ વિમાનોએ તે સ્થળ પરથી ઉડ્ડાન ભરી હતી કે જ્યાં 15 જૂનના રોજ બન્ને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે ચીન
ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે પૂર્વી લદ્દાખમાં ચીન સતત તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી રહ્યું છે તેમ જ સૈનિકોની સંખ્યા પણ વધારી રહ્યું છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પેંગોગ સરોવર કે જેને ફિંગર અરિયા પણ કહેવામાં આવે છે તેની આજુબાજુ સતત નિર્માણ કાર્ય કરી રહ્યા છે અને પોતાના સૈનિકોની સંખ્યા સતત વધારી રહ્યું છે. આ વિસ્તારમાં 4 મેના રોજ અનેક જગ્યા તૈયાર કરવા કામ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં અહી PLAના 10 હજારથી વધારે સૈનિક અહીં છે.

ગલવાન ઘાટીમાં પણ ચીનને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં ફિંગર-8 સુધીના એરિયાને પોતાની સીમા માને છે, જોકે ચીન સાથે તાજેતરની અથડામણ આ મુદ્દે થઈ હતી, કારણ કે PLAના જવાનોએ ભારતીય જવાનોને ફિંગર-8થી આગળ જતા અટકાવ્યા હતા. ફિંગર એરિયામાં સતત ચીન નવા વિસ્તારો પોતાના કબ્જામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, આ જગ્યા પર અથડામણ બાદ ચીને નવી જગ્યાઓ ઉભી કરી લીધી છે. ભારતીય સીમામાં સૈનિકોના પેટ્રોલિંગ પોઇન્ટ PP-15, PP-17 અને PP-17A પાસે ચીનની જે છાવણીઓ હતી તે હજુ પણ છે. ચીન અહીં માર્ગનો ઉપયોગ કરે છે અને જો તેને જરૂર પડશે તો ખૂબ જ ઝડપથી ભારતીય વિસ્તારોમાં પોતાના સૈનિકો અને ઉપકરણ મોકલી શકે છે.

બે એરબેઝ પર ફાઈટર જેટ ગોઠવવામાં આવ્યા
ચીનના હોટન અને ગારગુંસા એરવેઝ પર ફાઈટર જેટ્સ વધારવામાં આવ્યા છે. અહીં બોમ્બર્સ અને SU-30 લડાકૂ વિમાનો ગોઠવવામાં આવ્યા છે. ચીને ભારતીય સીમાની બાજી બાજુ એર ડિફેન્સ સિસ્ટમ S-400 પણ ગોઠવ્યું છે. ભારત અને રશિયા વચ્ચે આ એર ડિફેન્સ સિસ્ટમને લઈ સમજૂતી થઈ છે. એવું માનવામાં આવે છે કે જુલાઈના અંત ભાગ સુધીમાં આ ડિફેન્સ સિસ્ટમ ભારતને મળી જશે. કોરોના માહામારીને પગલે ડિલિવરીમાં વિલંબ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post