• Home
  • News
  • એક પરિક્રમા પછી રથ અટકાવાતાં મહંત અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નારાજ મહંત દોઢ કલાક પછી માન્યા
post

રથ અટકાવતા મહંત રોષે ભરાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 09:26:00

અમદાવાદ: જગન્નાથ મંદિરમાં સવારે મુખ્યમંત્રીએ ભગવાનનો રથ 10 ફૂટ જેટલો ખેંચ્યો હતો. તેમની વિદાય પછી મંદિરના મહંત દિલીપદાસજી અને પોલીસ વચ્ચે તૂ તૂ મૈં મૈં થઈ હતી. ત્રણેય રથને 7 વખત પરિક્રમા કરાવવાને બદલે 1 પરિક્રમા પછી પોલીસે અટકાવતા મહંત દિલીપદાસજી રિસાયા હતા અને તેમને મનાવવા દોઢ કલાક સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાગી ગયા હતા. મુખ્યમંત્રીના ગયા પછી પોલીસે રથને કોર્ડન કરી લીધા હતા. એ પછી મહંત, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસ વડા શિવાનંદ ઝાએ ચર્ચા કરી હતી. મંદિરનો આગ્રહ રથ ગેટ સુધી લઈ જવાનો હતો પરંતુ પોલીસ આ માટે તૈયાર ન હતી.  ભક્તોને પણ દૂરથી દર્શન કરવા દેવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રથ ફેરવતી વખતે ભાઈ બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. થોડા ઘણા ભક્તોને પણ લાઈનમાં દર્શન કરવા જવા દેવામાં આવ્યા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post