• Home
  • News
  • મુંબઈ પહોંચતા પહેલા 50 કિમી દક્ષિણ તરફ ફંટાયુ નિસર્ગ વાવાઝોડું;જેટલા નુકસાનની દહેશત હતી એટલું ન થયું
post

ગેટવે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ વર્સોવા, વરલી અને જુહુ બીચ ઉપર પોલીસ તહેનાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:36:02

મુંબઈ: કોરોના કેપિટલ બની ગયેલા મુંબઈના દક્ષિણ ભાગને સ્પર્શ કરવા સાથે ચક્રવાતી વાવાઝોડુ નિસર્ગ પસાર થઈ ગયું છે. મુંબઈના CCI નરીમાન પોઈન્ટ, કફ પરેડ, કાંદિવલી (પશ્ચિમ),નાગપાડા,ભાયખલા અને કાલાચોકી જેવા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવા જેવી કેટલીક ઘટના બની હતી. જોકે કોઈ મોટું નુકસાન થયુ નથી. બપોરથી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ મૂવમેન્ટ સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી છે.

કોલાબા સ્થિત હવામાન વિભાગના ઉપ સંચાલક કુષ્ણાનંદ હોસાલીકરે જણાવ્યું કે મુંબઈના સમુદ્ર કિનારે પહોંચતા પહેલા વાવાઝોડું 50 કિમી દક્ષિણ તરફ ફંટાઈ ગયુ હતું. તેને લીધે સદનસિબે મુંબઈને ચક્રવાતી વાવાઝોડાથી એટલું નુકસાન થયુ નથી કે જે અંગે અગાઉ આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. ભૌગોલિક સ્થિતિને લીધે અત્યાર સુધીમાં મુંબઈએ એક પણ ચક્રવાતી વાવાઝોડાનો સામનો કરવો પડ્યો નથી.

કુલાબામાં 24 કલાકમાં 71.85 મિમી વરસાદ થયો

મુંબીના મેસોનેબ ઓબ્ઝર્વેશનના લાઈવ ડેટા પ્રમાણે દક્ષિણ મુંબીના કુલાબા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 71.85 મિમી વરસાદ થયો છે. છેલ્લા 12 કલાકમાં નરિમાન પોઇન્ટ, તારાપોરવાલા મત્સ્યાલય, ગ્રાન્ડ રોડ, નાયર હોસ્પિટલ પરિસર, હાજી અલી, વરલી, દાદર, વડાલા, કુર્લા, નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં 20 થી 40 મીમી વરસાદ થયો છે.

રત્નાગિરીમાં જહાજ ભટકી ગયું
રત્નાગિરી જિલ્લામાં મિર્યા સમુદ્ર કિનારે ભારે પવન વચ્ચે એક જહાજ ભટકીને પહોંચી ગયું છે. અહીં મંઘરા માડ વિસ્તારમાં સુરક્ષા માટે બનાવાયેલી દીવાલ સાથે અથાયું હતું. તેમાં રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા.

સસુન ડોક વિસ્તારમાં સમુદ્ર તોફાની બન્યો
મુંબઈમાં મંગળવારે સાંજે 6 વાગ્યાથી હળવો વરસાદ પડી રહ્યો છે. સમુદ્ર તોફાની બન્યો હતો. આ માછીમારોનો વિસ્તાર છે. પોલીસ સતત અહીં પેટ્રોલિંગ કરી રહી છે. લોકોને સમુદ્ર કિનારે ન જવાની સલાહ અપાઈ રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ- લોકો સુરક્ષિત સ્થળોએ રહે
નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે નિસર્ગ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના પશ્ચિમ સમુદ્ર કિનારે ખાસકરીને અલીબાગ, પાલઘર તેની વધારે અસર રહેશે. એટલા માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંઘુદુર્ગના સમુદ્ર કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ લે.


300
લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાયુ
વિરારના અર્નાલા સમુદ્ર કિનારે સવારના સમયે ખાસ અસર જોવા નહતી મળી. પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. અહીં અર્નાલા કિલ્લાની આસપાસ અંદાજે 5000 લોકો રહે છે. બપોરે 4 વાગે વિરારના અર્નાલામાં નિસર્ગ વાવાઝોડું આવવાની શક્યતા છે. તેથી સવારથી અહીં માછીમારો તેમની હોડી અને સામાન સુરક્ષીત જગ્યાએ લઈ જતા જોવા મળ્યા હતા. વિરારમાં અંદાજે 300 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

વાવાઝોડાથી મુંબઈને જોખમ નથી: હોસાલીકર
કુલાબામાં આવેલા હવામાન વિભાગના ઉપ સંચાલક કૃષ્ણાનંદ હોસાલીકરે જણાવ્યું કે, વાવાઝોડાની સ્પીડ વધી ગઈ છે પણ આ વાવાઝોડાથી મુંબઈને વધારે જોખમ નથી. પરંતુ 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના કારણે લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post